<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

વિશ્વવિખ્યાત કાર્ડીઓલોજીસ્ટ પદ્મભૂષણ ડો.તેજસભાઈ પટેલ અકિલાના આંગણે... ભાવભીનુ સ્વાગતઃ

રાજકોટ : તાજેતરમાં આઈએમએ દ્વારા રાજકોટ ખાતે બે દિવસીય કોન્‍ફરન્‍સ યોજાઈ ગઈ. તેમાં કી-નોટ પ્રવચન આપવા માટે જાણીતા કાર્ડીયો વસ્‍કયુલર સર્જન અને મૂઠી ઉંચેરા માનવી પદ્મભૂષણ ડો.તેજસભાઈ પટેલ ખાસ પધાર્યા હતા. અકિલા સાથેના પારિવારીક સંબંધોના નાતે અને અકિલાના આગ્રહને માન આપી અકિલાના આંગણે પધાર્યા હતા. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજિતભાઈ ગણાત્રા, અકિલાના એકિઝકયુટીવ એડીટર અને વેબ એડીશનના એડીટર શ્રી નીમીષભાઈ ગણાત્રાએ પદ્મભૂષણ ડો.તેજસભાઈ પટેલનું ભાવભીનું સ્‍વાગત કર્યુ હતું. શ્રી તેજસભાઈ સાથે મેડીકલ ક્ષેત્રની અનેકવિધ બાબતો ઉપર વિગતે ચર્ચા થઈ હતી. પદ્મશ્રી અને પદ્મભૂષણ, દેશના બબ્‍બે ટોચના એવોર્ડથી સન્‍માનિત ડો.તેજસભાઈ પટેલ ‘એટલાસ ઓફ ટ્રાન્‍સરેડીયલ ઈન્‍ટરવેન્‍સન : ધ બેઝીક્‍સ અને પટેલ્‍સ એટલાસ ઓફ કોમ્‍પલીકેશન્‍સ ઓફ કોરોના બુક્‍સ વિશ્વ વિખ્‍યાત બની છે. ઈન્‍ટરવેન્‍શનલ કાર્ડીઓલોજી ક્ષેત્રે વિક્રમસર્જક એચીવમેન્‍ટ માટે તેઓશ્રી વિશ્વભરના મેડીકલ જગતમાં ખૂબ માનભર્યુ સ્‍થાન ધરાવે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા, અશોક બગથરીયા, અકિલા, રાજકોટ)

(2:56 PM IST)