<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

મનપાની ફુડ શાખાના ફરસાણ-નમકીનનાં ધંધાર્થીને ત્યાં દરોડાઃ રપ નમૂના લેવાયા

સેવ, ગાંઠિયા, બુંદી, પાપડી, ચવાણુ સહિતના સેમ્પલ પરિક્ષણ અર્થે મોકલાયાઃ ૧૦ વેપારીને લાયસન્સની નોટીસ

રાજકોટ,તા. ૨૨: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ  'ફુડ સેફટી પખવાડીયા'ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. આ ઉજવણીના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ હાલ તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરી ના ઉત્પાદક/વિક્રેતાઓને ત્યાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ વિસ્તારના વેપારીઓ ત્યાંથી  ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ ફરસાણ- નમકીનના કુલ ૨૫ નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવેલ છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ચેકીંગ દરમ્યાન ભાવનગરી ગાંઠિયા (લુઝ): હરભોલે ફરસાણ, ખીજડાવાળો રોડ, વિશ્વનગર મેઇન રોડ,  ફાફડા ગાંઠિયા (લુઝ): જોકર ગાંઠિયા, કેનાલ રોડ,  સેવ (લુઝ): ચામુંડા ફરસાણ & સ્વીટ, જે.કે. ચોક પાસે, યુનિ. રોડ,  ફાફડા ગાંઠિયા (લુઝ): યોગી ફરસાણ માર્ટ, સરદાર નગર મેઇન રોડ, તીખા ગાંઠિયા (લુઝ): બહુચર સ્વીટ  &  નમકીન, જે.કે. ચોક પાસે, યુનિ રોડ,  ફાફડા ગાંઠિયા (લુઝ): જય સિયારામ ફરસાણ, ઢોલરિયા નગર મેઇન રોડ, ગીતાનગર,  નાયલોન સેવ (લુઝ): કૈલાશ ફરસાણ & સ્વીટ, સરદાર નગર મેઇન રોડ, ફાફડા ગાંઠિયા (લુઝ): જલિયાણ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ,  બુંદી (૨૫૦ ગ્રામ પેકડ): હરિકૃષ્ણ બેકરી  &  નમકીન, સ્વામીનારાયણ ચોક પાસે, કૃષ્ણનગર મેઇન રોડ,  તીખી સેવ બુંદી (લુઝ): ભગવતી નમકીન, ગુરુપ્રસાદ ચોક પાસે, કૃષ્ણનગર મેઇન રોડ, સક્કરપારા (લુઝ): શ્રી ગજાનંદ જોધપુર નમકીન, જલગંગા ચોક પાસે, સંત કબીર રોડ, ફુલવડી (લુઝ): રામદેવ ડેરી ફાર્મ ્રૂ ફરસાણ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ કલાકેન્દ્ર  મેઇન રોડ, ચવાણું (લુઝ): રામદેવ ડેરી ફાર્મ ્રૂ ફરસાણ, સોમેશ્વર ચોક, સૌરાષ્ટ કલાકેન્દ્ર  મેઇન રોડ, પાપડી (લુઝ): ભગવતી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે,  ચવાણું (લુઝ):  શ્રી ઉમીયાજી ફરસાણ માર્ટ, સોમેશ્વર ચોક,  સૌરાષ્ટ કલાકેન્દ્ર  મેઇન રોડ,  સેવ (લુઝ): વીર બાલાજી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે,  ચવાણું (લુઝ): જય બાલાજી ફરસાણ માર્ટ, રૈયા ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ,  તીખા ગાંઠિયા (લુઝ): વીર બાલાજી ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે,  સક્કરપારા (લુઝ): શ્રીનાથજી ફરસાણ માર્ટ, સાધુવાસવાણી રોડ, પૈવાનો ચેવડો (નમકીન- લુઝ): ઉમિયાજી ફરસાણ, સાધુવાસવાણી રોડ,  ફુલવડી (નમકીન- લુઝ): આંનદ સ્વીટ માર્ટ, ઇન્દિરા સર્કલ પાસે, યુનિ.રોડ,  કેળાની વેફર્સ (લુઝ): ખુશી લાઈવ કેળાં વેફર્સ, યુનિ.રોડ, પટેલ વિહાર રેસ્ટોરેન્ટની બાજુમાં,  ખારી બુંદી (લુઝ): શ્રી નાથજી ફરસાણ, પ્રજાપતિનગર, પેડક રોડ,  ચંપાકલી ગાંઠિયા (લુઝ): ન્યુ ભારત સ્વીટ માર્ટ, પ્રજાપતિનગર, પેડક રોડ,   પાપડી ગાંઠિયા (લુઝ): જલારામ સ્વીટ & નમકીન પ્રજાપતિનગર, પેડક રોડ, સહિતના નમૂના લેવામાં આવ્યા છે.

લાયસન્સ મેળવા સુચના

ફૂડ વિભાગની ટીમ તથા જ્લ્ષ્ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયા ચોકડી થી સાધુ વાસવાણી રોડ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં  બિગ બેલી બર્ગર, વ્ચ્ખ્ન્બ્ઞ્ળ્ ઘ્ખ્જ્ચ્ , શિવાની સેલ્સ , રવિ રેસ્ટોરેન્ટ, ગંગોત્રી ડેરી , રઘુવંશી વડાપાઉં, બંસી પૂરી શાક, રોયલ ભૂંગળા બટેટા, રેવદી મદ્રાસ કાફે તથા શ્રી ફૂડ ઝોન સહિત ૧૦ ધંધાર્થીને સુચના આપવામાં આવી છે.

(4:07 PM IST)