News of Wednesday, 23rd October 2024
સજાના વોરન્ટમાં પાંચ વર્ષથી ફરાર જંગલેશ્વરનો જાવીદ કાસમાણી પકડાયો
ભક્તિનગરના હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, કોન્સ. વસંતભાઇ, વિજયભાઇની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૨૩: લાંબા સમયથી નાસતા ફરતાં આરોપીઓને પકડી લેવા તેમજ પેરોલ ફરલો જમ્પ, વચગાળાના જામીનથી ફરાર તેમજ કોર્ટના સજાના વોરંટમાં ઘણા સમયથી ફરાર હોઇ તેને પકડી લેવાની ઝુંબેશ અંતર્ગત ભક્તિનગર પોલીસ મથકના હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા તથા કોન્સ. વસંતભાઇ બાલાસરા અને હોમગાર્ડ વિજયભાઇ જોષીએ પેટ્રોલીંગ દરમિયાન બાતમી પરથી જાવીદ જાનમહમદ કાસમાણી (રહે. નુરાની ચોક, બાપુની મઢી પાસે કનૈયા ડરેી નજીક જંગલેશ્વર મેઇન રોડ)ને પકડી લીધો હતો. જાવીદ નેગોશીએબલ એક્ટના ગુનામાંસજાના વોરન્ટ બાદ છેલ્લા પાંચ વર્ષથી વોરન્ટ બજવણીથી બચવા ફરાર હતો. તેને પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં દિલીપભાઇ બોરીચા, વસંતભાઇ, વિજયભાઇએ આ કામગીરી કરી હતી.
(12:18 PM IST)










