News of Wednesday, 23rd October 2024
ખેડુતોની માઠી છતા સરકાર બેધ્યાનઃ તાલુકા કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તો માટે દાન એકત્ર
રાજકોટ તાલુકાના નિશિત ખુટની આગેવાનીમાં કાળીપાટ પાસે નવતર કાર્યક્રમ

રાજકોટ, તા., ર૩: તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ - નિશિત ખુંટ જણાવે છે કે, આજે છેલ્લા બે મહિના થી પડી રહેલ વરસાદને લીધે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિવળષ્ટિ જેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.અને ખેડૂતનાં પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. અને ખેડૂતનાં મોઢે આવેલ કોળિયો છીનવાઇ ગયો છે. તો સરકાર વારંવાર રજુઆત છતાં કોઇ પ્રકારનું સહાય પેકેજ જાહેર કરેલ નથી. રાજકોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નિશિત ખુંટ તથા રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિનાં સભ્યો તથા કોંગ્રેસ આગેવાનો દ્વારા આજે ભાવનગર હાઇવે કાળીપાટ પાસે હાઇવે ઉપર જતા વાહનો પાસેથી સ્વૈચ્છીક દાન સ્વીકારી આ દાન જુદા જુદા ગામડામાં અત્યંત નુકસાન થયેલ ખેડૂતને જાહેર જનતાની હાજરીમાં ચૂકવવામાં આવશે .આ કાર્યક્રમ જ્યાં સુધી સરકાર કોઇ સહાય પેકેજ જાહેર નહી કરે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. અમુક ઉદ્યોગપતિની લોન માફ કરવામાં સરકાર પાસે પૈસા છે પણ કરોડોના પેટ ભરનારા ખેડૂતોનાં પેટ પર સરકાર સહાયનાં બદલે પાટું મારે છે તેમ નિશિત ખુંટનો આક્ષેપ છે.
કાર્યક્રમને સફળ બનાવા માટે રાજકોટ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ નીશીત ખૂંટ, અગ્રણીઓ લવજીભાઈ ચાવડા, વિશાલ કુમારખાનીયા, વિજયભાઈ બોરડ, વલ્લભભાઈ રંગાણી, જયેશ ચોવટિયા, વિનુભાઈ મેર, પંકજ નસિત, લાલભાઈ કલોલા, ભાવેશ કિયાડા, જયદેવ જલું વગેરેએ જહેમત ઉઠાવી હતી.
(2:29 PM IST)










