News of Wednesday, 23rd October 2024
પત્નીને મેસેજ કરી હેરાન કરતા થયેલી માથાકુટનો ખાર રાખી રવિભાઇ પર પિતરાઇ ભાઇનો હુમલો
મોરબી રોડ નાની ફાટક પાસે બનાવઃ ઓમપાર્કમાં રહેતા યુવાનની બી. ડીવીઝન પોલીસમાં ખીરસરા (ઘેડ) રહેતા મોટાબાપુનો દીકરો યોગેશ ભીંડી સહિત ત્રણ સામે ફરિયાદ

રાજકોટ તા. ૨૩: મોરબી રોડ નાની રેલ્વે ફાટક પાસે સુખસાગર સોસાયટીની પાછળ પત્નીને મોબાઇલમાં મેસેજ કરી હેરાન કરવા બાબતે થયેલી માથાકુટનો ખારરાખી દંપતી તથા તેના મોટાભાઇને પીતરાઇભાઇ સહિતે ત્રણ શખ્સો છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સાંમાકાઠે ઓમપાર્ક શેરી નં. ૩ માં ભાડે રહેતા રવીભાઇ હરસુખ ભાઇ ભીંડી (ઉ.વ. ૩૫) એ બી. ડીવીઝન પોલીસ મથકમાં કેશોદના ખીરસરા (ઘેડ) માં રહેતા પિતરાઇભાઇ યોગેશ હરગોવિંદભાઇ ભીંડી સામે ફરિયાદ નોંધાવી છે. રવીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે સોનીબજારમાં પ્લેટેનિયમ ચેમ્બરમાં દુકાન ભાડે રાખી સોની કામની મજૂરીકામ કરે છે. પોતે પત્નિ, પુત્ર, પુત્રી, માતા અને ભાઇ સાથે રહે છે. પોતે આઠેકવર્ષ પહેલા સુરતના હેતલબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેમજ દશેક મહિના પહેલા પોતાના સગા મોટા બાપુનો દિકરા યોગેશ હરગોવિંદભાઇ ભીંડી (ઉ.વ. ૪૬) (રહે.ખીરસરા (ઘેડ) તા. કેશોદ પોતાની પત્નિે મેસેજ કરી હેરાન કરતો હોઇ તેથી પત્નિએ આ બાબતે પોતાને વાત કરતા પોતાને પિતરાઇભાઇ સાથે ફોનમાં બોલાચાલી થઇ હતી બાદ સમાજના વડીલો વચ્ચે પડતા બંને પક્ષે બોલવાના વ્યવહાર બંધ કરી નાખ્યા હતા. પરમદીદવસે પોતે ઘરે હતા. ત્યારે પિતરાઇભાઇ યોગેશનો ફોન આવતાતેણે કહેલ કે આપણે દસ મહિના પહેલાની વાતનું સમાધાન કરવું છે. અહી મોરબી રોડ નાની રેલ્વે ફાટક પાસે સુખસાગર સોસાયટીની પાછળ રેલ્વે ટ્રેક પાસે આવો તેમ કહેતા પોતે પત્ની સાથે ત્યાં જતા આ યોગેશ અને તેની સાથે બે અજાણ્યા શખ્સો ત્રણેય કારમાં આવ્યા બાદ પોતે તેની પાસે જઇને સમાધાનની વાતચીત કરતા હતા. ત્યાં યોગશ ઉશ્કેરાઇ ગયો અને પોતાને ગાળો આપવા લાગ્યો હતો. ત્યાં પોતે ફોન કરી મોટાભાઇ વિપુલભાઇ બોલાવતા યોગેશ સાથે આવેલા અજાણ્યા શખ્સોએ ગાળો આપી લાકડાના ધોકાવડે મારમાર્યો હતો અને યોગેશ છરી જેવા હથિયાર વડે હુમલો કરતા પોતાને ઇજા કરી હતી બાદ મોટાભાઇ વચ્ચે પડતા તેને પણ ઇજા કરી હતી. બાદ ચારેય જતા રહ્યા હતા બાદ ૧૦૮ મારફતે પોતાને તથા મોટાભાઇ ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે પોતે બી- ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પી.એસ. આઇ. એસ.એન. શ્યોરાએ તપાસ હાથધરી છે. (
(2:31 PM IST)










