<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

મિલ્‍કત વેરાના બાકીદારો સાવધાન : નવેમ્‍બરથી મનપાની વસુલાત આક્રમક બનશે

મિલ્‍કત વેરો ન ભરનાર ૧૦ હજાર કરદાતાઓને બીલકમ નોટીસ અપાઇઃ ૭૫ હજારથી વધુના બાકીદારોનું હીટ લીસ્‍ટ તૈયારઃ દિવાળી બાદ મિલ્‍કત સીલ, જપ્તીની નોટીસ સહિતની કાર્યવાહી હાથ ધરાશે

રાજકોટ તા. ૨૩: મ્‍યુનિ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરાની આવકમાં દર વર્ષે ગાબડુ જોવા મળી રહ્યું છે. જેના લીધે વેરાવિભાગ દ્વારા હવે આખુ વર્ષ બાકીદારો વિરુદ્ધ મિલ્‍કત જપ્તી અને સીલીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં હજુ પણ લક્ષ્યાંક ઘણો દૂર હોવાથી અને ઓક્‍ટોબર માસથી બાકીદારો ઉપર નવું વ્‍યાજ ચડત થઈ ગયું હોય ૭૫ હજારથી વધુ મિલ્‍કતવેરો બાકી હોય તેવા ૧૦,૧૨૬ કરદાતાઓને ડિમાન્‍ડ નોટીસ ફટકારી તહેવારો બાદ તમામ મિલ્‍કત ધારકો વિરુદ્ધ જપ્તી અને મિલ્‍કત સીલીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું વેરા શાખાના સતાવાર સુત્રોએ જણાવ્‍યું છે.

શહેરમાં મહાનગરપાલિકાના ચોપડે નોંધાયેલ ૫.૪૦ લાખ મિલ્‍કતો પૈકી ૫૦% મિલ્‍કત ધારકો દર વર્ષે વેરાવળતર યોજનાનો લાભ લઈ પ્રમાણિક કરદાતાઓ સાબિત થઈ રહ્યા છે. પરંતુ વર્ષોથી વેરો બાકી હોય અને નોટીસની અવગણના કરી જપ્તી તેમજ સીલીંગનો ડર ન લાગતો હોય તેવા મગરમચ્‍છો વિરુદ્ધ વેરાવિભાગ દ્વારા આખુ વર્ષ રિકવરીઝુંબેશ કરવામાં આવી રહી છે. છતાં બજેટમાં આપવામાં આવેલ વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ થઈ શકે તેવી સ્‍થિતિ ન હોય દર વર્ષે જાન્‍યુઆરી માસથી કડક રિકવરી ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં આ વર્ષે પણ બાકીદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ બે માસ પહેલા કરવામાં આવી હ તી. જે અંતર્ગત ૭૫૦૦૦થી વધુ વેરો બાકી હોય તે પ્રકારની કોમર્શીયલ ૧૦,૧૨૬ મિલ્‍કતોને ડિમાન્‍ડ નોટીસ આપવામાં આવી છે. આમ તો દર વર્ષે બાકીદારોને ડિમાન્‍ડ નોટીસ અપાય છે. પરંતુ આ વખતે ડિમાન્‍ડ નોટીસ આપ્‍યા બાદ પણ આસામી વેરો ભરપાઈ ન કરે તો તેમના વિરુદ્ધ કડક પગલા ભરવાની સૂચના અપાયેલ હોય દિવાળીના તહેવારો બાદ બાકીદારો વિરુદ્ધ કડક રિકવરી ઝુંબેશ  શરૂ કરવામાં આવશે તેમજ મોટી કંપનીઓ અને અલગ અલગ કંપનીઓના મોબાઈલ ટાવરનો વેરો બાકી હોય તેવી કંપનીઓને પણ નોટીસ આપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.  તેમ વેરાવિભાગમાંથી જાણવા મળેલ છે.

 વેરાવિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ડિમાન્‍ડ નોટીસ અપાયેલ ૧૦,૧૨૬ આસામીઓને સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરવાની સૂચના આપવામાં આવી છે. છતાં વેરો નહીં ભરે તો આ પ્રકારની મિલ્‍કતો વિરુદ્ધ ત્રણેય ઝોનમાં પ્રથમ કોમર્શીયલ મિલ્‍કતોને જપ્તીની નોટીસ અને ત્‍યાર બાદ મિલ્‍કત સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.(

વેરા શાખાની આજદિન

સુધીની ર૯૮ કરોડની આવક

રાજકોટ : મનપાની વેરાશાખાને નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માં ૩ લાખ જેટલા કરદાતાઓએ અંદાજીત કુલ ર૯૮ કરોડનો  મિલ્‍કત વેરો આજદિન સુધીમાં તંત્રની તીજોરીમાં ઠાલવ્‍યો છે. વેરા શાખાને મિલ્‍કત વેરાનો રૂા. ૪૧૦ કરોડનો લક્ષ્યાંક છે

(3:34 PM IST)