News of Wednesday, 23rd October 2024
એસ્સારના સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ શ્રી મનીષ કેડિયા અકિલાના આંગણે

રાજકોટ : એસ્સારના સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ, કોર્પોરેટ અફેર્સ શ્રી મનીષ કેડિયા આજે અકિલાના મહેમાન બન્યા હતા. શ્રી મનીષ કેડિયા વર્ષોથી એસ્સાર સાથે જોડાયલા ટોચના અધિકારી છે. ખૂબજ મળતાવડા અને મિલનસાર સ્વાભાવના કેડિયાજીએ એસ્સારની અપ્રતીમ પ્રગતિમાં મહત્વનો ફાળો આપ્યો છે. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાએ શ્રી મનીષ કેડિયાનું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે સાંપ્રત સમયના ઔદ્યોગિક પ્રવાહો અંગે વિશદ ચર્ચા કરી હતી. તેમની સાથે એસ્સારના સીનીયર અધીકારી શ્રી કનૈયાલાલ મોટલા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(3:38 PM IST)










