News of Wednesday, 23rd October 2024
અગ્નિકાંડની અસર : ફાયર એન્ડ ઇમરજન્સી શાખામાં વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી
મ્યુ. ઇતિહાસમાં અગ્નિશમનને લગતી સૌથી મોટી ભરતી : કાલથી ૭ નવેમ્બર સુધીમાં અરજી કરો

રાજકોટ,તા. ૨૩ : શહેરના વધતા જતા વિસ્તાર વસ્તીને ધ્યાને રાખીને તેમજ ગઈ ૨૫ મીએ સર્જાયેલા ગોઝારા અંગ્નિકાંડ પડઘા રૂપે કોર્પોરેશને ફાયર બ્રિગેડ શાખામાં મોટી ભરતીની જાહેરાત કરી છે. લાયકાત ધરાવતા અનેક ઉમેદવારોને નોકરી મેળવવાની તક મળશે. કોર્પોરેશનના ઇતિહાસમાં અગ્નિશમન ક્ષેત્રે આટલી મોટી (કુલ ૩૧૯) ભરતી પ્રથમ વખત થઈ રહી છે.
નવી ભરતીથી ફાયર બ્રિગેડ શાખા વધુ સુદૃઢ થશે. ૭ નવેમ્બર સુધી ઓનલાઇન અરજીઓ સ્વીકાર્યા બાદ ભરતીની આગળની પ્રક્રિયા કરવામાં આવશે ડિસેમ્બર સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શકયતા છે..
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. જેમાં, ડીવિઝનલ ફાયર ઓફિસરની ૪ જગ્યા, સ્ટેશન ઓફિસરની ૫ જગ્યા, સબ ઓફિસરની ૩૫ જગ્યા, ફાયર ઓપેરેટર (પુરૂષ)ની ૨૪૭ જગ્યા એમ કુલ મળીને ૩૧૯ જગ્યા માટે સીધી ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોએ તા.૨૪ ઓકટોબર થી ૦૭ નવેમ્બર સુધીમાં ઓનલાઇન માધ્યમથી વેબસાઇટ www.rmc.gov.in પર અરજી કરવાની રહેશે.
(3:39 PM IST)










