News of Wednesday, 23rd October 2024
સાધુ વાસવાણી એકેડમીની બહેનો દ્વારા પ્રાચીન રાસ ગરબાની રમઝટ : કાઠીયાવાડી સંસ્કૃતિ ઉજાગર

રાજકોટ : સાધુ વાસવાણી એકેડમી રાજકોટ દ્વારા તાજેતરમાં હેમુગઢવી હોલ ખાતે કાઠીયાવાડી સંસ્કૃતિને ઉજાગર કરતા પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરાયુ હતુ. પ્રમુખ સ્થાને ખોડલધામના ચેરપર્સન નરેશભાઇ પટેલ અને અતિથિ વિશેષ તરીકે લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ તથા શહેરના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીની બહેનોએ અઠીંગો, ટીપ્પણી, ગાગર રાસ, ડાકલા, તલવાર રાસ તથા મહીસાસુર વધ જેવી કૃતિઓ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રાચીન કૃતિ ‘અકિલા રાસોત્સવ'માં રજુ કરવા રાજુભાઇ પોબારૂએ લાગણી વ્યકત કરતા ત્યાં પણ પ હજારથી વધુ દર્શકો સામે સાધુ વાસવાણી એકેડમીના બહેનોએ કાઠીયાવાડી ગરબાને જીવંત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સાધુ વાસવાણી સેન્ટર સૌરાષ્ટ્રના ચેરમેન રવિ બી. ગોગીયા, સેક્રેટરી મનોહરલાલ બુલચંદાણી, ટ્રસ્ટી રાજેશ મુલચંદાણી તેમજ તમામ ટ્રસ્ટીઓ અને બન્ને સ્કુલના પ્રિન્સિપાલ શ્રીમતી મીનાબેન બેલાણી, શ્રીમતી મીરા ચૌહાણ, કુમારી સ્વાતિ શાસ્ત્રી , શ્રીમતી કોમલ રાવલ, શ્રીમતી જાનવી મુલવાણીએ જહેમત ઉઠાવી હતી. તેમ સાધુ વાસવાણી સેન્ટર સૌરાષ્ટ્ર રાજકોટના સેક્રેટરી મનોહરલાલ બુલચંદાણીની યાદીમાં જણાવાયુ છે.
(3:51 PM IST)










