<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

લોક વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે શુક્રવારે નાસાના ગુજરાતી વૈજ્ઞાનિક ડો. કીર્તન દીક્ષિતનું વ્‍યાખ્‍યાન

વિખ્‍યાત ખગોળશાસ્‍ત્રી ડો. જે. જે. રાવલની ઉપસ્‍થિતિ

રાજકોટ તા. ર૩: સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્‍થાપિત તેમજ સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત તથા ગુજકોસ્‍ટ પુરસ્‍કૃત શ્રી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે નાસાના માર્શલ સ્‍પેસ ફલાઇટ સેન્‍ટર ખાતે પોસ્‍ટ ડોકટરલ રિસર્ચ ફેલો તરીકે કાર્યરત તેમજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભૌતિશાષા ભવનના પૂર્વ વિદ્યાર્થી એવા ગુજરાતી વૈજ્ઞાનિક ડો. કીર્તન દીક્ષિતના વ્‍યાખ્‍યાનનું આયોજન તા. રપ ને શુક્રવારે રાત્રે ૮ વાગ્‍યે કરાયું છે.

આ વ્‍યાખ્‍યાનનું શીર્ષક Ligh-Matter Interaction from Radio Waves to X-Rays હશે જેમાં તેઓ પ્રકાશ અને પદાર્થ વચ્‍ચેની પરસ્‍પર ક્રિયા વિશે માહિતી આપશે. વકતવ્‍ય બાદ, ભૌતિક શાષા તેમજ ખાસ કરીને ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ, નાગરિકોના પ્રશ્‍નોના જવાબ પણ ડો. કીર્તન આપશે. કાર્યક્રમ દરમ્‍યાન વિખ્‍યાત ખગોળશાષાી તેમજ ગણિતજ્ઞ એવા ડો. જે. જે. રાવલ પણ ઉપસ્‍થિત રહેશે. ભૌતિકશાષા, ખગોળ વિજ્ઞાન તેમજ એન્‍જિનિયરીંગની વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ માટે આ વ્‍યાખ્‍યાન અત્‍યંત જ્ઞાનવર્ધક રહેશે. રાજકોટના વિજ્ઞાન પ્રેમીઓને આ નિઃશુલ્‍ક કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ અપાયું છે

(3:51 PM IST)