<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

બાંધકામ કંપનીમાં ભાગીદારીની લલચામણી સ્‍કીમો આપી

અનેક લોકોને કરોડોનો ધુંબો આપનાર મંડળી સામે ગુન્‍હો નોંધો

રાજકોટ, તા., ર૩: પાનસુરીયા પરિવાર અને ભાવેશ ડાંગર સહિતની મંડળીએ હરેશ કોરાટ તથા ક્રિષ્‍ના કોરાટ દંપતીને કન્‍સ્‍ટ્રકશનમાં ભાગીદારીની લલચામણી-લોભામણી સ્‍કીમો આપી રૂપીયા મેળવી કરેલી ર કરોડની ઠગાઇ અંગે રાજકોટ કોર્ટમાં કેસ ચાલી રહેલ છે. તે અંગે આજે ફરી પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.

આરોપીઓએ ક્રિષ્‍નાબેનની જેમ પ્રફુલગીરી ત્રિભોવનગીરી ગોસ્‍વામીની સાથે કન્‍ટ્રકશનનો ધંધો ભાગીદારીમાં કરવાની લલચામણી, લોભામણી સ્‍કિમો બતાવીને તેઓની પાસેથી રૂપીયા મેળવીને પ્રફુલગીરી સાથે પણ છેતરપીડી, વિશ્વાસઘાત કરીને આશરે ૭૦ લાખ ૬૪ હજાર રૂપીયાની ઠગાઈ કરેલ છે અને પ્રફુલગીરી આરોપીઓ સામે ફરીયાદ ન કરે તે ફરીયાદથી બચવા માટે જે લોકો આરોપીઓ પાસે રૂપીયાની માંગણી કરતા હોય, તેઓની સામે ખોટી ફરીયાદ કરે છે. જેથી આરોપીઓને તેઓને રૂપીયા પરત આપવા ન પડે તેવું ગુનાહીત કાવત્રુ રચે છે.

તેમજ આરોપીઓએ રાજકોટ ચંદ્રપ્રકાશ સ્‍વામીને જમીન અપાવી દેવાની લાલચ આપીને જમીનના માલીક સાથે મળીને કટકે કટકે લાખો રૂપીયા પડાવી લીધેલ છે અને જમીન ખરીદ પેટેના તમામ રૂપીયા સ્‍વામીજીએ આપેલ હોવા છતાં સ્‍વામીજીના નામે જમીન કરવાના બદલે પોતાના નામે જમીનનો દસ્‍તાવેજ કરી લીધેલ છે અને સ્‍વામીજીએ અનેક વખત કાળુભાઈ તથા તેમના પુત્રોની પાસેથી પોતાની કાયદેસરની લેણી રકમ પરત માગેલ હોવા છતાં તેઓ અવાર નવાર ખોટા બહાનાઓ કરીને છેતરપીડી, વિશ્વાસઘાત કરીને ચંદ્રપ્રકાશ સ્‍વામી સાથે પણ લાખો રૂપીયાની ઠગાઈ કરીને આરોપીઓએ પોતાના પરીવારના નામે અલગ અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવી અને પોતાના તથા સગા વહાલાઓના નામે મિલ્‍કતો ખરીદ કરી લીધેલ છે. જેથી ઉપરોકત આરોપીઓ ખુબ સાતીર અને ચાલક છે અને અવાર નવાર આવા ગુનાઓ કરવાની ટેવ વાળા છે.

આ ઉપરાંત  આરોપીઓએ રાજકોટના મહેશભાઈ તથા નિ૨વ ભીખાભાઈ મોકલીયા, પ્રવિણભાઈ વેકરીયા, ભાવેશભાઈ જોષી તેમજ અન્‍ય કેટલાય લોકો પાસેથી વેપાર ધંધાના બહાને તથા ભાગીદા૨ બનાવવાની સ્‍કીમો બતાવીને લાખો રૂપીયાની છેતરપીડી, વિશ્વાસઘાત કરીને ઠગાઈ કરેલ અને આરોપીઓએ આવા કરોડો રૂપીયાના કૌભાંડોમાં મુખ્‍ય સુત્રધા૨ નિકુંજ કાળુભાઈ પાનસુરીયા, રોનક કાળુભાઈ પાનસુરીયા, ભાવેશભાઈ ડાંગર અને આરોપીઓએ આવા કૌભાંડો કરવા માટે બોગસ દસ્‍તાવેજો પણ બનાવેલ હોવાનું અમોને જાણમાં આવેલ છે.

અગાઉ આરોપીઓએ ગુનાહીત કાવત્રુ રચીને પોતાનું અપહરણ થયાની ખોટી સ્‍ટોરી ઉભી કરીને ક્રિષ્‍નાબેન તથા તેમના પરીવારના લોકો સામે તદન ખોટી ફરીયાદ ક૨ેલ છે. જેથી આ૨ોપીઓને ફ૨ીયાદીને રૂપીયા ૫૨ત ન આપવા પડે અને તેઓની સાથે સમાધાન ક૨વું પડે.

આમ છેતરપીંડીબાજ મંડળીએ અનેક સાથે ઠગાઇ કરી છે ત્‍યારે ઉપરોકત મંડળી સામે તાત્‍કાલીક ગુન્‍હો નોંધવા રજુઆત કરવામાં આવી હતી.

(4:43 PM IST)