<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

સાબરકાંઠાનાં અધિક મદદનીશ ઇજનેર અને ટેકનિકલ આસી. ૩૧ હજારની લાંચના છટકામાં ઝડપાયા : ACB વિભાગ ફૂલ એક્શન મોડમાં મૂકતાં શમશેરસિંઘ

ભુજ અને રાજકોટના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિહ ગોહિલના નેતૃત્વમાં વધુ એક સફળતા

રાજકોટ : સાબરકાઠાના પોશી વિસ્તારના  તાલુકા પંચાયત હેઠળના વિકાસ કામો માટે ભરેલ ડિપોઝિટની રકમ પરત  આપવા આરોપી અધિક મદદનીશ ઇજનેર કિર્તીકુમાર રાજેશભાઈ તથા કરાર આધારિત ટેકનિકલ આસી. દ્વારા લાંચ માગવામાં આવેલ, જે અંતર્ગત બોર્ડર તથા રાજકોટ એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલના સુપરવિઝન હેઠળ સાબરકાઠાના પોસીનાં તાલુકા પંચાયત કચેરીમાં  બનાસકાંઠાનાં પાલનપુર ACB PI એન.એચ. મોર દ્વારા ઝડપી લેવામાં આવેલ. ACB વડા દ્વારા વ્યાપક પ્રચાર અને વિશ્વાસને કારણે રેકોર્ડ બ્રેક કેસો થય રહ્યા છે.

 

(4:04 PM IST)