<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

શહેરને ગંદુ કરનાર દંડાયાઃ ૧૨ હજારનો દંડ વસુલાયો

મનપા દ્વારા વધુ ૨ કિલો પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક જપ્‍ત

રાજકોટ,તા. ૨૩:  મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તારઅલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૫૬ લોકો પાસેથી ૨.૧ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ.૧૨૯૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

સેન્‍ટ્રલ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૨૩ લોકો પાસેથી ૦.૭૫ ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૫૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનના વિવિધ મુખ્‍ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતા ૧૫ લોકો પાસેથી ૦.૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ ૩૨૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઈસ્‍ટ ઝોનનાવિવિધ મુખ્‍ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીકનું વેચાણ કરતાᅠ૧૮ᅠલોકો પાસેથી ૦.૮૫ કિ.ગ્રા.પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીકજપ્ત કરીતથા ગંદકી કરતા લોકો પાસેથી રૂ.૪૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર/ સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્રારા કરવામાં આવેલ.

(4:26 PM IST)