News of Wednesday, 23rd October 2024
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મોનીટર બાલકૃણ ગોયલે લીધી રાજકોટ જેલની મુલાકાતઃ પ્રસંશા કરી

રાજકોટઃ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ન્યુ દિલ્હીના સ્પેશિયલ મોનીટરશ્રી બાલકૃષ્ણ ગયોલ ૨૧થી ૨૩ દરમિયાન રાજકોટ શહેરની મુલાકાતે આવ્યા હોઇ તેમણે રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. આ તકે જેલ અધિક્ષરશ્રી રાઘવ જૈન દ્વારા તેમને આવકારી જેલની કાર્યપધ્ધતીથી વાકેફ કરાયા હતાં. તેમજ જેલમાં કેદીઓ દ્વારા થતી વિવિધ પ્રકારની કામગીરી, ઉદ્યોગો વિશે માહિતગાર કરાયા હતાં. શ્રીગોયેલે બંદીવાનોને રૂબરૂ મળ્યા હતાં અને તેમની અરજો સાંભળી હતી. તેમણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા કરવામાં આવતી કામગીરીથી તમામ બંદીવાનોને વાકેફ કર્યા હતાં. જેલ પ્રશાસનની કામગીરી, જેલની સાફ સફાઇ, ખોરાક, જેલમાં ચાલતા ઉદ્યોગોની તેમણે પ્રસંશા કરી હતી.
(4:41 PM IST)










