News of Friday, 25th October 2024
મોટા વડા સરકારી શાળાના જવાબદાર શિક્ષકોને ડીસમીસ કરોઃ તેમની પીએફની રકમ ધ્રુવીલના પરિવારને આપો
રાજકોટના સમસ્ત ભરવાડ સમાજનું કલેકટરને આવેદનઃ વિસ્તૃત રજૂઆત : છાપરા ગામના વિદ્યાર્થી ધ્રુવીલ વરૂ આપઘાત પ્રકરણમાં આજે રાજકોટના સમસ્ત ભરવાડ સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે.

રાજકોટ તા. રપઃ શહેરના સમસ્ત ભરવાડ સમાજે કલેકટરને સુત્રોચ્ચાર સાથે આવેદન પાઠવી મોટા વડા સરકારી શાળાના ગુન્હાઇત શિક્ષકોને ડીસમીસ કરવા માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે રાજકોટ જીલ્લાના મોટા વડા ગામે સરકારી શાળામાં ધો. ૧૧માં અભ્યાસ કરતા છાપરા ગામના ધ્રુવિલ ભરતભાઇ વરૂ આપઘાત પ્રકરણમાં જેની સામે ગુનો નોંધાયો છે એવા સચિન વ્યાસ, વિભુતિ શાહ અને મોસમી જોશી આ ત્રણેય શિક્ષકોને સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમીસ કરી તેના પીએફ સહિતની રકમ ધ્રુવિલના પરિવારને આપવા તેમજ સરકારી સહાય તાત્કાલિક અસરથી ચુકવવા અમો સમસ્ત ભરવાડ સમાજના આગેવાનો આપ સમક્ષ માંગણી કરીએ છીએ જેનો વહેલી તકે અમલ થાય એવી વિનંતી છે.
આવેદન દેવામાં ભીખાભાઇ પડસારીયા, રાજુભાઇ જુંજા, રણજીતભાઇ મુંધવા, ટીટા ભગત, મંગાભાઇ લાંબરીયા, દિલીપભાઇ ગમારા, જગાભાઇ વકાતર, વિહાભાઇ ટોળીયા, છાયાબેન ડાભી, સુમીબેન ભૂંડીયા, મધુબેન ડાભી, શિતલબેન શિયાળ, કનુબેન શિયાળ વિગેરે જોડાયા હતા. (૭.૩૪)
(2:11 PM IST)










