News of Friday, 25th October 2024
કુવાડવામાં ત્રણ દિવસથી ગૂમ રાણાભાઇ બાહુકીયાની વાડીના કૂવામાંથી લાશ મળી
ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૫: કુવાડવામાં રહેતાં આધેડ ત્રણેક દિવસ પહેલા ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ ઠેર ઠેર શોધખોળ શરૂ કરી હતી પરંતુ પત્તો મળ્યો નહોતો. દરમિયાન આજે તેમની લાશ વાડીના કૂવામાંથી મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ કુવાડવા રહેતાં રાણાભાઇ રત્નાભાઇ બહુકીયા (ઉ.વ.૪૫) તા. ૨૨ના રોજ ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થઇ ગયા હતાં. તેઓ માનસિક અસ્વસ્થ હોઇ પરિવારજનોએ ઠેકઠેકાણે તેની તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે તેમની જ વાડીના કૂવામાંથી ફુલાઇ ગયેલી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પોતે એક બહેનથી મોટા હતાં. બનાવ આપઘાતનો છે કે આકસ્મિક? તે અંગે તપાસ શરૂ થઇ છે. કુવાડવા પોલીસ સ્ટેશનના લક્ષ્મણભાઇ મહાજન સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. (૧૪.૧૧)
(2:32 PM IST)










