News of Friday, 25th October 2024
ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવાનો ઇન્કાર કરતા નાયબ કલેકટરનો હુકમ રદ

રાજકોટમ તા.રપ : રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના મોજે ગામ ગૌરીદળના રે.સ.નં.૧૫૫ના પુર્વ માલિક રળિયાતબેન લવજીભાઈ કોટડીયા તથા મનિષભાઈ લવજીભાઈ કોટડીયા એ સને-૨૦૦૨માં સને-૨૦૦૨માં ખેતી જમીન વેંચાણ કર્યા બાદ કાયદાના પ્રબંધો મુજબ નાયબ કલેકટરશ્રી પાસે ખાતેદાર ખેડુતનું પ્રમાણપત્ર મેળવવા અરજી કરેલ. તે અરજી નાયબ કલેક્ટરશ્રીએ નામંજુર કરેલ તેની સામે ઉતરોઉતર અધિક સચિવશ્રી મેહસુલ વિભાગ અમદાવાદ સુધી કાનુની કાર્યવાહી થયેલ જેમાં નામદાર અધિક સચિવશ્રીએ ૨ળીયાતબેન લવજીભાઈ કોટડીયા વિગેરેનાની અરજી મંજુર કરી અગાઉ કલેકટરશ્રી એ નાયબ કલેકટરશ્રીનો કાયમ રાખતો હુકમ રદ કરેલ અને મેટર કલેક્ટરશ્રીને ફરી નિર્ણીત કરવા માટે રીમાન્ડ કરેલ હતી.
ઉપરોકત મેટર કલેકટરશ્રી સમક્ષ રીમાન્ડ થયા બાદ અરજદાર રળીયાતબેન કોટડીયા વિગેરે એ રજુઆત કરેલ કે, દસ્તાવેજ ની નોંધણીનો હુકમ થયે તે પહેલા ખેતી જમીન તેઓએ ખરીદી લીધેલ છે. હાલના કેસમાં ખેતી જમીનના હકકો ૧૯/૦૫/૨૦૦૩ના રોજ તબદીલ થયેલ તે પહેલા તા.૨૪/૦૯/૨૦૦૯ના રોજ નવી ખેતી જમીન ખરીદી લેવામાં આવેલ છે. જેથી અરજદાર એ કયારેય ખેડુત તરીકેનું સ્ટેટસ ગુમાવેલ નથી.
ઉચ્ચ અદાલતોના ચુકાદા ટાંકી અરજદાર એ રજુઆત કરેલ કે, મિલ્કત તબદીલીના થોડા દિવસ બાદ જ મિલ્કત ખરીદી લેવામાં આવેલ હોય અને ખાતેદાર ખેડુતનું પ્રમાણપત્ર લેવામાં આવેલ ન હોય તેવા કિસ્સામાં ખાતેદાર ખેડુતનું પ્રમાણપત્રની માંગણી અનુસંધાને પ્રમાણ પત્ર આપવાનો ઈન્કાર કરતો હુકમ ગેરકાયદેસર છે. અને ખેડુત પ્રમાણપત્ર આપવાનો ઈન્કાર કરી શકાય નહીં.
ઉપરોકત રજુઆત પ્યાને લઈ કલેકટરશ્રી એ રળીયાતબેન કોટડીયા તથા મનિષભાઈ કોટડીયાની અપીલ મંજુર કરેલ છે. અને નાયબ કલેકટરશ્રીનો સને-૨૦૨૦નો હુકમ રદ કરી એપેલેન્ટની અરજીને નવેસરથી કાર્યવાહી કરી અરજીમાં અન્ય કોઈ ક્ષતિ જણાતી ન હોય તો ખેડુત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા આદેશ ફરમાવવામાં આવેલ છે.
આ કામમાં રળીયાતબેન કોટડીયા તથા મનિષભાઈ કોટડીયા વતી વિકાસ કે, શેઠ, પ્રકાશ બેડવા, અલ્પા રોઠ, ફાતેમાં ભા૨મલ વકીલ એડવોકેટ દરજજે તરીકે રોકાયેલ છે.
(4:11 PM IST)










