<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

રાજકોટના સરધારમાં પાક નિષ્ફળ જતાં ખેડૂત જેસિંગભાઈ મકવાણાએ ઝેર પી ઝીંદગી ટૂંકાવી: બે એકરમાં મગફળી, કોથમીરનો પાક વાવ્યો હતો: પરિવારમાં અરેરાટી

રાજકોટ: રાજકોટના સરધાર ગામે ખેડૂતે પાક નિષ્ફળ જવાથી આત્મહત્યા કરી લેતાં ગામમાં અને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદે તારાજી સર્જતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. અનેક પાકોને ભારે નુકશાન થયું હતું. ત્યારે સરધારમાં પણ ખેતરમાં ઉગાવેલો પાક નિષ્ફળ જતાં ૪૫ વર્ષીય ખેડૂતે ખેડૂતે ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી લીધી છે.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ. નજીક સરધારમાં આનંદનગર ક્વાર્ટરમાં રહેતા અને ખેતીકામ કરતાં જેસીંગભાઈ અરજણભાઈ મકવાણા (ઉ.વ. ૪૫)એ શનિવારે ઝેરી દવા પી લેતા રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જાણ થતાં આજીડેમ પોલીસના હેડકોન્સ. દિગપાલસિંહ સહિતએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરરનાર જેસીંગભાઈએ તેની બે એકર જમીનમાં કોથમીર અને મગફળીનો પાક વાવ્યો હતો. પરંતુ તે નિષ્ફળ નિવડતાં ચિંતામાં મુકાયા હતા. બાદમાં આજે કંટાળી ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી લીધી હતી.

વધુ વિગત મુજબ આપઘાત કરનાર ખેડૂતને સંતાનમાં બે પુત્રો છે. ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ હતા. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ચોમાસુ વીતવા છતાં વરસાદી ઝાપટા પડી રહ્યા હતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને ભારે નુકશાની થઈ છે ત્યારે આ બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે.

(10:35 AM IST)