News of Sunday, 27th October 2024
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે રાજસ્થાનીને દબોચ્યા: ૯ લાખનો મુદ્દામાલ કબ્જે: અનિલભાઈ સોનારા, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણાની બાતમી
ડીસીપીપી પાર્થરાજ ગોહિલ, એસીપી બી.બી. બસિયાની રાહબરીમાં પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ.એલ. ડામોરની ટીમની કાર્યવાહીમાં

રાજકોટ: તહેવાર નજીક આવતા જ બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસ પણ સક્રિય બની હોઈ શહેર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ-રાજકોટ હાઈવે ક્રીશ્ના વોટર પાર્ક સામે બ્રીજ પાસેથી સફેદ કલરની હ્યુન્દઈ ક્રેટા કારમાથી અલગ અલગ બ્રાન્ડનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કુલ બોટલ નંગ-૧૫૬ કિ.રૂ.૮૮,૬૦૮ તથા ચપલા નંગ-૮૬૪ કિ.રૂ.૧,૦૮,૦૦૦- એમ કુલ કિ.રૂ,૧,૯૬,૬૦૮નો વિદેશી દારૂ તથા મોબાઈલ નંગ-૦૨ તથા નંબરપ્લેટ નંગ-૦૨ તથા સફેદ કલરની ક્રેટા કાર નંબર નં. GJ-09-BM-2346ની કિમત રૂ.૭,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૯,૦૬,૬૦૮નો મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી લીધા છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે
હેડકોન્સ. અનીલભાઈ સોનારા તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ રાણાને મળેલ સંયુકત બાતમી આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે ક્રિશ્ના વોટર પાર્ક સામે બ્રીજ પાસેથી ક્રેટા કાર પકડી દારૂનો જથ્થો કબ્જે કરી ઓમપ્રકાશ ક્રિશ્નારામ બીશ્નોઈ (ઉ.વ.૩૧ ધંધો ડ્રાઈવીંગ રહે. ગામ-બાછલા પોસ્ટ-ભૈરૂડી તા. સેડવા જી-બાડમેર) તથા મોહનલાલ ભાખરારામ બીશ્નોઈ (ધંધો ડ્રાઈવીંગ રહે-ગામ-કુંડકી પોસ્ટ-વીરાવા તા-ચીતલવાના જી-ચાંચોર)૯ને પકડી દારૂનો જથ્થો કાર કબ્જે લીધો છે.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી (ક્રાઇમ) બી.બી.બસીયાની સૂચના અનુસાર શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઈન્સ્પેકટર
એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર તથા પીએસઆઇ એ.એસ.ગરચર, હેડકોન્સ. અનિલભાઈ સોનારા, કોન્સ. ધર્મરાજસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા, જીલુભાઈ ગરચર, મૈસુરભાઈ કુંભારવાડીયા તથા અશ્વિનભાઈ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.
(12:45 PM IST)










