તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Sunday, 27th October 2024
સુલતાનપુરના ASI વતી 40 હજારની લાંચ લેતો લોકરક્ષક રંગેહાથ ઝડપાયો:એસીબીનું સફળ છટકું
મારકુટ નહી કરવા તેમજ પ્રોહીબીશનના ગુન્હા અન્વયે પાસા પ્રપોઝલ નહી કરવાના બદલામાં લાંચ માંગી હતી

રાજકોટ જિલ્લાના સુલતાનપુરના એએસઆઇ પુરણચંદ્ર કલુરામ સૈની વતી 40 હજારની લાંચ લેતા લોકરક્ષક શિવભદ્રસિંહ સરદારસિંહ વાધેલા રંગેહાથ ઝડપાયો છે
ફરીયાદી વિરુધ્ધ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજીસ્ટર થયેલ તે ગુન્હાની તપાસ આરોપી નં (૧)પાસે હતી તે ગુન્હામાં આ કામના ફરિયાદીને મારકુટ નહી કરવા તેમજ પ્રોહીબીશનના ગુન્હા અન્વયે પાસા પ્રપોઝલ નહી કરવાના અવેજ પેટે રૂ.૪૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી ટોલ ફી નં ૧૦૬૪ નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવવામાં આવેલ
જે અન્વયે લાંચના આક્ષેપીત નં(૨) નાઓ જે આક્ષેપીત (૧) ના સહકર્મચારી હોય તેમણે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૪૦,૦૦૦- સ્વીકારી આક્ષેપીત નં.(૧) સાથે લાંચના છટકા દરમ્યાન લાંચની રકમ મળી ગયા અંગે ટેલીફોનીક વાતચીત કરાવી તેમજ આક્ષેપીત નં (૧)લાંચના છટકા દરમ્યાન રજા પર હોય મળી આવેલ નહી અને આરોપી નં.(૨)પકડાઈ જઇ પોતાના રાજય સેવક તરીકેના હોદાનો દુરઉપયોગ કરી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા હતો
આ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી જે. એમ આલ,પોલીસ ઇન્સ્પેક્ટર એ. સી. બી. પોસ્ટ રાજકોટ ગ્રામ્ય,સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનિશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ. રહ્યા હતા
(9:36 PM IST)










