<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

જલારામ જયંતિએ રેલનગરમાં મહાઆરતી-મહાપ્રસાદ રકતદાન કેમ્‍પઃ રઘુવંશી મિત્ર મંડળ દ્વારા ત્રીજા વર્ષે આયોજન

સર્વજ્ઞાતિના ૧પ થી ૧૭ હજાર ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશેઃ જલીયાણ કુટીર પણ બનાવવામાં આવશે

રાજકોટ : રઘુવંશી મિત્ર મંડળ - રેલનગર દ્વારા તા.૮-૧૧ને શુક્રવારે સંત શિરોમણી પ.પૂ.શ્રી જલારામબાપાની રરપમી જન્‍મજયંતિની ભાવપુર્વક ભકિતમય ઉજવણી શ્રી જલીયાણ ધામ, સાધુવાસવાણી કુંજ રોડ, સાકાર કોમ્‍પ્‍લેકસ પાસે, પેટ્રોલપંપ સામે, રેલનગર, રાજકોટ ખાતે કરવામાં આવશે.

જલારામ જયંતિએ સાંજે ૭ કલાકે રઘુવંશી શ્રેષ્‍ઠીઓ તથા જલારામબાપાના ભકતો દ્વારા મહાઆારતી થશે. ત્‍યારબાદ મહાપ્રસાદની શરૂઆત થશે. આ વખતે પણ જલીયાણ કુટીર બનાવવામાં આવી છે.

આયોજનને સફળ બનાવવા માટે  જ્ઞાતિ વડીલોનાં માર્ગદર્શન સાથે કાર્યકર ટીમ હિતેશભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, કપીલભાઇગણાત્રા, રવિભાઇ માણેક, સચીનભાઇ નથવાણી, કલ્‍પેશભાઇ કોટેચા, શુભમભાઇ રાઘુરા, રાજભાઇ ભુપતાણી, જયદીપ સોઢા, નિરવભાઇ રૂપારેલીયા, મનહરભાઇ જોબનપુત્રા, પરેશભાઇ જોબનપુત્રા, નિતીનભાઇ  ઉનડકટ તથા મોટી સંખ્‍યામાં બહેનો કાજલબેન  કોટેચા, પ્રતિભાબેન કકકડ, હેતાંશીબેન જોબનપુત્રા, તૃપ્તીબેન સોઢા, અવનીબેન માણેક, તૃપ્‍તિબેન ખીમાણી, મીતલબેન તન્‍ના, વૈશાીબેન રૂપારેલીયા, આયોજનને સફળ બનાવવા સહયોગ આપી રહયા છે. આ ઉપરાંત અનેક નામી - અનામી કાર્યકર્તાઓ ભાઇઓ-બહેનો જહેમત ઉઠાવી રહયા છે. વિશેષમાહિતી માટે મો.૭૪૩૩૮ ૧ર૦૧ર - ઉપર સંપર્ક કરવા યાદીમા જણાવાયું છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:16 PM IST)