<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ટ્રેનના ટોયલેટમાંથી એટન્‍ડન્‍ટ અને સફાઇ કામદાર વિદેશી દારૂની ૪૪ બોટલ સાથે પકડાયા

રેલવે એલસીબીના હેડકોન્‍સ. રામભાઇ પટેલ અને ધર્મેન્‍દ્રસિંહ ગોહિલની બાતમીઃ એટન્‍ડન્‍ટ સંજય અને સફાઇ કામદાર હેમંત દારૂ ગોવાથી લઇ આવ્‍યા'તાઃ બંનેની ધરપકડ

રાજકોટ,તા. ૨૮: રાજકોટ રેલ્‍વે એલ.સી.બી. ની ટીમે બાતમીના આધારે કોચીવલી-ભાવનગર એકસપ્રેસ ટ્રેનમાંથી વિદેશી દારૂની ૪૪ બોટલ સાથે કોચ એટન્‍ડન્‍ટ અને સફાઇ કામદારને ભાવનગર રેલવે સ્‍ટેશન પરથી ઝડપી લીધા હતાી.

મળતી વિગત મુજબ કોચીવલી-ભાવનગર એકસપ્રેસ ટ્રેનના એક કોચમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની રેલવે એલસીબીના હેડ કોન્‍સ. રામભાઇ પટેલ અને ધર્મેન્‍દ્રસિંહ ગોહિલને બાતમી મળતા સ્‍ટાફ સાથે રેલ્‍વે સ્‍ટેશન પર વોચમાં હતા ત્‍યારે કોચીવલી -ભાવનગર એક્‍સપ્રેસ ટ્રેન ભાવનગર પહોંચ્‍યા બાદ કોચમાંથી તમામ પેસેન્‍જર ઉતરી ગયા બાદ રેલવેમાં કોન્‍ટ્રાકટમાં કોચ એટન્‍ડન્‍ટ તરીકે કામ કરતો સંજય વિમલભાઇ સરવૈયા (ઉ.વ.૨૧) (રહે. સ્‍વસ્‍તીક સોસાયટી શેરી નં. ૧, શિહોર, ભાવનગર), અને કોન્‍ટ્રાકટ પર સફાઇ કામ કરતો હેમત મનીષભાઇ મકવાણા (ઉ.વ.૨૪) (રહે. મોટાચોક જૂના શિહોર) બંને ટ્રેનના કોચના ટોયલેટમાં વિદેશી દારૂની બોટલો કાઢતા હતા. ત્‍યારે એલ.સી.બી ટીમે બંનેને પકડી લઇ રૂા. ૧૩૨૮૦ની કિંમતની વિદેશી દારૂની ૪૪ બોટલ સાથે પકડી લીધા હતા. બંનેની પુછપરછ કરતા બંને દારૂનો જથ્‍થો ગોવાથી લઇ આવ્‍યા હોવાનું જણાવ્‍યુ હતું. અમદાવાદ રેલવે એલસીબીના પીઆઇ એચ.કે. શ્રીમાળીના માર્ગદર્શન હેટળ રાજકોટ એલ.સી.બી.ના પીએસઆઇ જે.એમ.પરમાર, એએસઆઇ બલભદ્રસિંહ, હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ગોહિલ, રામભાઇ પટેલ, કોન્‍સ. હસમુખભાઇ અને જયેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(4:05 PM IST)