<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં ૧૧૦૦ રૂમનું ગોપાળાનંદ સ્‍વામી યાત્રિકભવન તૈયાર

સેવન સ્‍ટાર હોટલને ટકકર આપે એવું યાત્રિક ભવનનું લોકાર્પણ ૩૧મી ઓકટોબરે ગૃહમંત્રી અમિતભાઇ શાહ કરશે : એ.સી.રૂમનું ભાડુ ૧પ૦૦ રૂા. નોન એસી રૂમનું ભાડુ ૮૦૦, સ્‍યુટ રૂમનું ભાડુ રૂા.૩ હજાર : પાંચ હજારથી વધુ લોકો આરામથી રહી શકશેઃ સંતો અકિલાના આંગણે

રાજકોટ : સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિશ્વના દરેક આધ્‍યાત્‍મિક સ્‍થળનું અને ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું ૧૧૦૦ રૂમનું શ્રીગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. આ ૮ ફ્‌લોરવાળા ગેસ્‍ટ હાઉસનું લોકાર્પણ કેન્‍દ્રીય ગળહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને વડતાલ ગાદીના આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ રાકેશપ્રસાદજી તથા સંતોના હસ્‍તે ૩૧ ઓક્‍ટોબરના રોજ થશે. મહત્ત્વનું છે કે, શ્રીહરિપ્રકાશદાસજી સ્‍વામી સંકલ્‍પથી તથા કોઠારીસ્‍વામીશ્રી વિવેકસાગરદાસજી-અથાણાવાળાના માર્ગદર્શનથી અને વડતાલ ટેમ્‍પલ બોર્ડના સહકારથી આ રાજમહેલ જેવું શ્રીગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનનું નિર્માણ કરાયું છે.

સાળંગપુરમાં દિવસે અને દિવસે દાદા ના દર્શન લાખો ભક્‍તો ઊમટી રહ્યા છે. આ દાદાના ભક્‍તોને કોઈ તકલીફ ન પડે એ માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્‍ટાર હોટેલને ટક્કર આપે એવું શ્રીગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવન બનાવવામાં આવ્‍યું છે.  આ શ્રીગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવન શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક અંતરે અને નવાં ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે. અહીં ૨૦ વિઘા જમીનમાં ઊભા કરાયેલા યાત્રિક ભવનની ભવ્‍યતા આખો આંજી દે એવી છે. જેના બિલ્‍ડીંગનું ૯ લાખ સ્‍ક્‍વેર ફૂટમાં કન્‍સ્‍ટ્રક્‍શન કરાયું છે. ૮ ફ્‌લોરવાળું અને ૧૦૮ ફૂટ ઊંચુ આ બિલ્‍ડીંગ ૩૪૦ કોલમ પર ઊભું કરાયું છે.

રાજમહેલ જેવા દેખાતા આ બિલ્‍ડીંગનું એલીવેશન ઇન્‍ડિયન રોમન સ્‍ટાઈલનું છે. આ બ્‍ડિગિંની ડિઝાઇન ચારથી પાંચવાર બનાવવામાં આવી હતી. એ પછી અત્‍યારની ડિઝાઇન સંતોએ ફાઈનલ કરી હતી. બિલ્‍ડીંગમાં એન્‍ટર થતા જ ઇન-આઉટ માટે બે રેમ્‍પ બનાવ્‍યા છે. જ્‍યાંથી અંદર ઙ્કવેશતા જ ઇન્‍ટરનેશનલ એરપોર્ટના લોન્‍જને ટક્કર મારે એવું રિસેપ્‍શન એરીયા બનાવ્‍યું છે. અહીંથી યાત્રિકો ગણતરીની મિનિટોમાં જ રૂમ બુક કરાવી શકે છે. યાત્રિકો માટે કુલ ૧ હજારથી વધુ રૂમ અવેલેબલ છે. જેમાં ૫૦૦ AC અને ૩૦૦ નોન AC રૂમ, ૫ સર્વન્‍ટ હોલ, ૧૪ સ્‍ટોર રૂમ. યાત્રિકો પોતાના રૂમમાં આરામથી જઈ શકે એ માટે સીડી ઉપરાંત ૧૦ હાઈ સ્‍પીડ એલિવેટર (લિફ્‌ટ)ની સુવિધા પણ છે.

શ્રીગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનમાં આખા બિલ્‍ડિંગમાં એક સાથ એક રૂમમાં પાંચ એમ ૧ હજારથી વધુ રૂમમાં ૫ હજાર થી વધુ લોકો આરામથી રહી શકશે. આ બિલ્‍ડિંગમાં ૪૦૦ AC રૂમ દીઠ એકનું મેનઇટનન્‍સ ભાડુ  ૧૫૦૦ રૂપિયા અને ૩૦૦ નોન AC રૂમ ૮૦૦ રૂપિયા રહેશે. જેમાં એક-એક રૂમમાં ચાર સિંગલ બેડ અને એક ગાદલુ, રજાઈ અને ઓશીકું અને ખુરશી પણ આપવામાં આવશે. તો ૪૫ સ્‍યૂટ રૂમ દીઠ એકનું મેઈન્‍ટનન્‍સ ભાડુ ૩ હજાર રૂપિયા હશે. જેમાં દરેક રૂમમાં ૪ સિંગલ બેડ અને એક ડબલ બેડ, ટેબલ અને ખુરશી વીથ ફર્નિચર હશે.

શ્રીગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનમાં દરેક ફ્‌લોરમાં ૬-૬ પાણીની પરબ અને કોમન ટોઈલેટ-બાથરૂમની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. સિનિયર સિટિઝનોને ધ્‍યાને રાખીને ગ્રાઉન્‍ડ ફ્‌લોર પર કેન્‍ટીનની વ્‍યવસ્‍થા કરાઈ છે. આ કેન્‍ટીનની સાઈઝ ૧૨ હજાર સ્‍ક્‍વેર છે. જેમાં ૨૦૦ લોકો સ્‍વખર્ચે નાસ્‍તો કરી શકશે. મહત્‍વનું છે કે નૂતન ભોજનાલયમાં ભક્‍તો અને યાત્રિક નિશુલ્‍ક નાસ્‍તો અને ભોજન ઙ્કસાદ લઈ શકશે. આ આખા બિલ્‍ડિંગના ફ્‌લોરની અલમોસ્‍ટ મશીન દ્વારા સફાઈ કરશે. આ બિલ્‍ડિંગમાંથી એક લોન્‍ડ્રી રૂમ પણ બનાવવામાં આવ્‍યો છે. આ બિલ્‍ડીંગ ૧૦૦ લોકોના સ્‍ટાફથી ઓપરેટ થશે.

શ્રીગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવનમાં ૩૦૦થી વધુ હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાયા છે. આ યાત્રિક ભવનમાં બરવાળાથી આવતા જ મંદિર પહેલા મુખ્‍ય ગેટથી કરી શકાશે નહીં. અહીં ર્પાકિંગ પણ ખૂબ જ વિશાળ છે. જેમાં ૨૫૦૦થી વધુ કાર, ૧ હજાર ટુવ્‍હીલર અને ૫૦ બસ આરામથી પાર્ક થઈ શકે છે. આ ર્પાકિંગ બિલ્‍ડીંગની બંને બાજુ બનાવવામાં આવ્‍યા છે.

શ્રીહરિપ્રકાશદાસજી સ્‍વામીએ જણાવ્‍યું કે, સાળંગપુરમાં વિશ્વનુ આધ્‍યાત્‍મ જગતનું અને ગુજરાતનું ભવ્‍યાતિભવ્‍ય ૧૧૦૦ રૂમવાળું શ્રીગોપાળાનંદ સ્‍વામી યાત્રિક ભવન બનીને તૈયાર થઈ ગયું છે. જેનું લોકાર્પણ માનનીય ગળહમંત્રીશ્રી અમિત શાહ, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, વડીલ સંતો અને વડતાલ ટેમ્‍પલ બોર્ડ દ્વારા ૩૧ ઓક્‍ટોબર ૨૦૨૪ના રોજ કરાશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સાળંગપુર હનુમાનજી મંદિર પૂ. કોઠારી સ્‍વામી વિવેક સાંગર સ્‍વામી અને પૂ. કિર્તન સ્‍વામી તથા પંકજભાઇ વઘાસીયા તેમજ ચેતનભાઇ રામાણી નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(4:29 PM IST)