<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

કેનાલ રોડ પરથી દેશી દારૂનો જથ્‍થો ભરેલી રિક્ષા પકડાઇઃ ચાલકની શોધખોળ

રાજકોટઃ કેનાલ રોડ પર પસાર થતી ઓટો રીક્ષામાંથી ક્રાઇમ બ્રાંચે ૩૨ હજારનો ૧૬૦ લિટર દેશી દારૂનો જથ્‍થો પકડી કાર્યવાહી કરી હતી. જો કે રિક્ષા ચાલક કુબલીયાપરાનો શંકર દેવીપૂજક ભાગી ગયો હતો. પોલીસે કુલ રૂા. ૯૨ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, પીએસઆઇ એમ. કે. મોવલીયાની રાહબરીમાં એએસઆઇ રણજીતસિંહ, અશોકભાઇ, વિજયરાજસિંહ, સંજયભાઇ, સુભાષભાઇ, રમેશભાઇ, તુલસીભાઇ, પ્રવિણભાઇ અને કોૈશિકભાઇએ આ કામગીરી કરી હતી.

(4:34 PM IST)