<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

દારૂના કેસ શોધવાની ખાસ તાલિમ લીધેલા પોલીસના આંદ્રેવ ડોગે આથો શોધી કાઢયો

ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાની રાહબરીમાં ટીમે ઢેબર કોલોની પાસે કાર્યવાહી કરીઃ કવિતા સોલંકીની ૮૦ લિટર દારૂના ઠંડા આથા સાથે ધરપકડ

રાજકોટઃ તાજેતરમાં રૂરલ પોલીસના ડોગ સ્‍કવોડના ડોગે પગેરૂ સુંધી ગાંજાનો જથ્‍થો ઝડપી લીધો હતો. દરમિયાન રાજકોટ શહેર ભક્‍તિનગર પોલીસે ડોગ સ્‍ક્‍વોડના દારૂ શોધી કાઢવા માટેના ખાસ તાલિમ અપાયેલા આંદ્રેવ નામના ડોગની મદદથી ઢેબર કોલોની વિસ્‍તારમાં ડ્રાઇવ યોજતાં એક મહિલાએ પોતાના ઘરમાં છુપાવી રાખેલો દારૂનો ઠંડો આથો મળી આવ્‍યો હતો. ભક્‍તિનગર પોલીસની ટીમ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા, કેસ કરવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે સાથે ડોગ સ્‍ક્‍વોડના ડોગ હેન્‍ડલર એએસઆઇ સજુભા ઝાલા પ્રોહીબીશન અંગેની ખાસ તાલિમ લીધેલા ડોગ આંદ્રેવને લઇને આ કાર્યવાહીમાં સામેલ થયા હતા઼. દરમિયાન અટીકા નજીક નારાયણનગર-૧૦ ઢેબર કોલોની પાસે મફતીયાપરામાં રહેતી કવિતા વિશાલ સોલંકી (ઉ.વ.૩૦)ના ઘરમાં ડોગે તપાસ કરી સ્‍મેલ લઇ છુપાવી રાખેલો ૮૦ લિટર ઠંડો આથો શોધી કાઢયો હતો. પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ સજુભા ઝાલા, આંદ્રેવ ડોગ અને પોલીસ કર્મચારીઓએ આ કામગીરી કરી હતી.

(4:35 PM IST)