News of Monday, 28th October 2024
જમીનના મામલે ગરાસીયા યુવાનની હત્યાના ચકચારી ગુનામાં પકડાયેલ રાજભા સતુભા જાડેજાનો નિર્દોષ છૂટકારો
એ.જી.સોસાયટીમાં રહેતા જયપાલસિંહ ઝાલાનું અપહરણ કરી તેની હત્યા કરી માધાપર પાસે રેલ્વે ટ્રેક પાસે લાશ ફેંકી દીધી હતીઃ નારણકા ગામની જમીન વિવાદે થયેલ હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો

રાજકોટ,તા.૨૮: શહેરના કાલાવડ રોડ પર વર્ષ ૨૦૨૩ માં જમીનના મામલે ગરાસીયા યુવાન નું અપહરણ કરી માર મારી મોતને ઘાટ ઉતારી માધાપર ગામ નજીક રેલવે ફાટક પાસે લાશને ફેંકી દેવાના ગુનાનો ચકચારી કેસ ચાલી જતા રાજકોટની અદાલતે રાજભા સતુભા જાડેજા ને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ એજી સોસાયટી માં રહેતા જયપાલસિંહ કિશોરસિંહ ઝાલા નામના યુવાનનું ૭/૫/૧૩ના રોજ કોઠારીયા રોડ પર નીલકંઠ સિનેમા ની સામે રહેતા રાજભા સતુભા જાડેજા નામના શખ્સે અપહરણ કરી માર મારી મોતને ઘાટ ઉતારી લાશને માધાપર ગામ નજીક રેલવે ફાટક પાસે ફેંકી દીધા ની મૃતકના પિતા કિશોરસિંહ નવલસિંહ જાડેજા એ માલવયા નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મૃતક જયપાલસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ સતુભા જાડેજા ને પડધરી તાલુકાના નારણકા ગામની જમીનના વિવાદમાં જયપાલસિંહ ઝાલાનુ કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસેથી અપહરણ કરી માધાપર ગામ નજીક ગોંધી રાખી માર મારી મોતને ઘાટ ઉતારી રેલવે ફાટક પાસે લાશને ફેંકી દીધા નું ખુલતા પોલીસે રાજભા સતુભા જાડેજા ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.બાદ તપાસનીશ દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતુ. બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો હોવાથી આરોપી છોડી શકાય નહીં જયારે બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ માં એક જ આરોપી કાવતરું ધડવું , અપહરણ કરવું , માર મારી અને મોતને ધાટ ઉતારી લાસને ફેંકી દેવી એ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી તેમજ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના પ્રસ્થાપિત થયેલા ટાંકેલા ચુકાદાઓ રજુ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષની દલીલ અને ચુકાદાઓ થી સહમત થઈ અધિક સેશન્સ જજ શર્માએ આરોપી રાજભા સતુભા જાડેજાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષે એડવોકેટ તરીકે સિનિયર ધારાશાષાી પિયુષભાઈ શાહ, વિમલભાઈ એચ.ભટ્ટ,મનીષભાઈ સી.પાટડીયા, રૂસિલ આર. દવે, પંકજ મુડીયા,એ. એચ. કપાશી અને પી.જે.પારેખ.
(4:47 PM IST)










