<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ગુજરાતમાં ભાજપના ૧.૪પ કરોડ સભ્‍યો નોંધાયાઃ રાજકોટમાં ચૂંટણી અધિકારી તરીકે માયાબેન

સક્રીય સભ્‍ય નોંધણીની મુદત ૩૧ ઓકટોબર પછી વધે તેવી શકયતા દિવાળી પછી બુથ, વોર્ડ અને શહેરના માળખાઓની તબકકાવાર રચના

રાજકોટ તા. ર૮: ગુજરાત ભાજપમાં તા. ર સપ્‍ટેમ્‍બરથી શરૂ થયેલ પ્રાથમિક સભ્‍ય નોંધણી અભિયાન આગળ વધી રહ્યું છે. સક્રીય સભ્‍યની નોંધણી પણ શરૂ થઇ ગઇ છે. તેની મુદત હાલ ૩૧ ઓકટોબર સુધીની છે. તે વધારવામાં આવે તેવી શકયતા છે. દિવાળી પછી તબક્કાવાર અલગ-અલગ સ્‍તરે સંગઠનનામ માળખાની રચના શરૂ થશે. કાલે પ્રદેશમાં સંગઠન પ્રક્રિયા સાથે સંકળાયેલા પદાધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે શહેર-જિલ્લામાં પાર્ટીના ચુંટણી અધિકારીઓ નિયુકત કરી દેવામાં આવ્‍યા છે.

પાર્ટીના સત્તાવાર વર્તુળોના જણાવ્‍યા મુજબ ગઇકાલ સુધીમાં રાજયમાં ભાજપના કુલ ૧.૧પ કરોડ સભ્‍યો નોંધાયા છે. ગયા વખતે ૧.૧૩ કરોડ સભ્‍યો નોંધાયા હતા. પ્રાથમિક સભ્‍યોની સંખયા હજુ વધી શકે છે.

રાજકોટમાં બુથ સમિતિથી માંડી શહેર પ્રમુખ સુધીની ચૂંટણી (સંરચના) કરાવવા માટે ચુંટણી અધિકારી તરીકે રાજયના પૂર્વ મહિલા બાળ કલ્‍યાણ મંત્રી માયાબેન કોડનાનીની નિમણૂંક કરવામાં આવી છે. બે સહાયક સ્‍થાનિક ચૂંટણી અધિકારી તરીકે કિશોર રાઠોડ અને નરેન્‍દ્રસિંહ ઠાકુર કામગીરી કરશે. રાજકોટ શહેરમાં પ લાખના લક્ષ્યાંકથી વધુ સભ્‍યો નોંધાયા છે. કેન્‍દ્રીય નેતાગીરીના માર્ગદર્શન મુજબ ગુજરાતમાં જુદા-જુદા સ્‍તરની ચૂંટણીનો કાર્યક્રમ નકકી થશે.

(4:59 PM IST)