<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

કથા રોકનાર અને બ્રહ્મ સમાજનું અપમાન કરનાર શાનમાં સમજી જજો : શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ચેતવણી

રાજકોટમાં PGVCL કચેરીમાં કથા રોકવાનો મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગર્ભિત ચેતવણી ઉચ્ચારી

રાજકોટમાં PGVCL કચેરીમાં કથા રોકવાનો મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગર્ભિત ચેતવણી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, કથા રોકનાર અને બ્રહ્મ સમાજનું અપમાન કરનાર શાનમાં સમજી જજો નહી તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ઓફિસમાંમાં કથા કરવી એ વર્ષોથી ચાલી આવતી હિન્દૂ ધર્મની પરંપરા છે. મારી ઓફિસમાં પણ હું દર વર્ષે કથા કરાવું છું. કથા કરાવનાર તમામ કર્મચારીને હું અભિનંદન આપું છું. જેણે કથા રોકી છે તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

(8:48 PM IST)