<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

રાજકોટની ૧૦ હોટલોને બોમ્‍બથી ઉડાવી દેવા મુદ્દે જર્મની કનેક્‍શન

૧૦ હોટલને મળેલી ધમકી મુદે ખુલાસો સામે આવ્‍યો

અમદાવાદ, તા.૨૯: દેશમાં ડોમેસ્‍ટિક અને ઈન્‍ટરનેશનલ પેસેન્‍જર ફ્‌લાઈટ્‍સ પર બોમ્‍બની ધમકીઓ મળવાનો સિલસિલો યથાવત છે, ત્‍યાં જ હવે હોટલોને ઉડાવવાની ધમકી મળવાનું શરૂ થયું છે. રાજકોટની ૫ સ્‍ટાર હોટલો સહિત ૧૦ હોટલને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળ્‍યો હતો.

શહેરની ઇમ્‍પીરિયલ પેલેસ, સયાજી હોટલ, સિઝન્‍સ હોટલ, હોટલ ગ્રાન્‍ડ રેજન્‍સી સહિતની હોટલને એકસાથે ધમકી ભર્યો મેલ આવ્‍યો છે. ક્રિક્રેટરો જ્‍યાં રોકાય છે એ હોટલનો પણ આ ધમકીમાં સમાવેશ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી. અને આ અંગે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યુ હતું. ત્‍યારે સમગ્ર તપાસમાં મહત્‍વની બાબતો બહાર આવી હતી. જેમાં તમામ હોટલોને મળેલ ધમકીભર્યો મેલ જર્મનીથી મોકલવામાં આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે. આ ઉપરાંત માઇક્રોસોફ્‌ટ અને વિદેશ મંત્રાલયની મદદથી તપાસ હાથ ધરાઇ હતી. આ મેલ ડેનકોક ૧૦૧ એફ એટ આઉટલુક ડોટ કોમ નામથી કરવામાં આવ્‍યો હતો.

(11:05 AM IST)