<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

આજીડેમ પોલીસે ગરીબ પરિવારના બાળકોના દિવાળી પર્વને ઝગમગાવી દીધું: ફટાકડા, મીઠાઇ, કપડા મળતાં રાજી રાજી

રાજકોટઃ પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને પોલીસ અવાર-નવાર સાર્થક કરતી હોય છે. દરમિયાન ગરીબ પરિવારના બાળકો કે જેમની પાસે દિવાળી પર્વમાં મિઠાઇ, કપડા, ફટાકડા લેવા માટે પણ પૈસા હોતા નથી તેવા પરિવારોના બાળકોને આજીડેમ પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાંથી શોધી પોલીસ સ્‍ટેશને લાવી તેમના દિવાળી પર્વને ઝગમગાવી દેવાનું કાર્ય આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ. બી. જાડેજા અને તમામ સ્‍ટાફે કર્યુ હતું. બાળકોને નવા કપડા, મિઠાઇ અને ફટાકડા પોલીસ તરફથી મળતાં તેમના ચહેરા પરની ખુશીનો પાર નહોતો. મોટે ભાગે પોલીસનું નામ પડતાં નાના મોટા સોૈ કોઇ ફફડી જતાં હોય છે. પરંતુ અહિ પોલીસે માનવતાનો અભિગમ અપનાવ્‍યો હતો. ગુનેગારો સામે કડકાઇ દાખવતાં ખાખીધારીઓમાં પણ વર્ધી પાછળ માનવતા, લાગણીનો દરીયો  ઘુઘવતો હોય છે તે વાત આજીડેમ પોલીસની ટીમે સાબિત કરી હતી. તસ્‍વીરો આ વાતની પ્રતિતી કરાવી રહી છે. પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા અને તેમની ટીમે આ સ્‍તુત્‍ય કાર્ય કર્યુ હતું.

(2:19 PM IST)