News of Tuesday, 29th October 2024
ચાર દરોડાઃ રૂા.૪પ હજારના વિદેશી દારૂ સાથે ૪ શખ્સો પકડાયા
ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ અને ઝોન-ર તથા બી ડીવીઝન પોલીસે દારૂની ૬૮ બોટલ અને ૬ ચપલા સહિતનો મુદામાલ કબજો કર્યો

રાજકોટ તા.ર૯ : શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે ચાર સ્થળે દરોડો પાડી રૂા.૪પ હજારના વિદેશી દારૂ સાથે ચાર શખ્સોએ પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કેનાલ રોડ પર વિદેશી દારૂ ભરેલી એક રીક્ષા પસાર થઇ હોવાનીક ્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. તુલશીભાઇ ચુડાસમા અને સંજયભાઇ ખાખરીયાને બાતમી મળતા સ્ટાફ સાથે કેનાલ રોડ ઉપર રીક્ષામાંથી રૂા.ર૩,૪૯૬ કિંમતની ર૪ બોટલો સાથે બેડલાગામના મનીષ રામજીભાઇ સોરાણીને પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ. એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એલ. ડામોર, એમ.કે.મોવલીયા, એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારીયા, અશોકભાઇ કલાલ, હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. રમેશભાઇ માલકીયા, તુલસીભાઇ ચુડાસમા, સંજયભાઇલ ખાખરીયા, પ્રવિણભાઇ જતાપરા, કૌશીકભાઇ ગઢવી દ્વારા કરવામાં આવીહ તી.
જયારે બીજા દરોડામાં એલસીબી ઝોન-રના હેડ કોન્સ. હેમેન્દ્રભાઇ વાઘીયા તથા શકિતસિંહ ગોહિલ સહિતે બાતમીના આધારે નાનામવા રોડ લક્ષ્મીનગર આર.એમ.સી. કવાર્ટર બ્લોક નં.૮ રૂમ. નં.ર૯૪૧માં દરોડો પાડી રૂા.૧ર,૮પ૦ની કિંમતના વિદેશી દારૂની ર૦ બોટલ અને ૬ ચપલા સાથે સચીન હસમુખભાઇ પરમારને પકડી લીધો હતો.
જયારે ત્રીજા દરોડામાં એલસીબી ઝોન-૧ના એએસઆઇ ભરતભાઇ વાઘેલા જુના મોરબી રોડ સીટી સ્ટેશન પાસેથી અજય ધીરૂભાઇ વાલાણી (ઉ.વ.૩૦) (રહે. લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૧ર)ને રૂા.૭૪૪૮ની કિંમતની વિદેશી દારૂની ૧ર બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
જયારે ચોથા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. અનીલસિંહ ગોહિલ તથા કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા સહિતે દરોડો પાડી જુના માર્કેટીંગ યાર્ડ સામેથી રૂા.૧૮૦૦ની કિંમતની વિદેશી દારૂના ૧ર ચપલા સાથે રોહિત રાજુભાઇ ઝાપડીયા (ઉ.વ.ર૩)(રહે. જંગલેશ્વર મેઇન રોડ એકતા સોસાયટી શેરી નં.૪) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
(2:20 PM IST)










