News of Tuesday, 29th October 2024
આજે ધન તેરસ : રાજકોટના પ્રાચીન મહાલક્ષ્મી મંદિરે વિશેષ પૂજન - દર્શન

રાજકોટ : એકાદશીથી જ શુભદિપાવલીના તહેવારો શરૂ થઇ જાય છે. ગઇ કાલે વાઘ બારસ હતી અને આજે ધનતેરસ છે. ધનના ભંડાર ભર્યા રાખવા મહાલક્ષ્મી માતાજીની પણ પૂજા કરવામાં આવે છે. રાજકોટના કેવડાવાદી - ર ખાતે આવેલ ૭૩ વર્ષ પૂરાણા મહાલક્ષ્મી મંદિરે ધન તેરસે વિશેષ પૂજન અને દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો. તે સમયની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:58 PM IST)










