News of Tuesday, 29th October 2024
શહેરીજનોએ સાફસુફીમાં કર્યો પાણીનો વેડફાટઃ દૈનિક ર૧ એમએલડી વપરાશ વધ્યો
તહેવાર સિવાય રાજકોટમાં ૪૦૬ એમએલડી પાણીનો વપરાશઃ હાલ ૪ર૩ એમએલડીએ આંકડો પહોંચ્યો વણનોતરી ઉપાધી

રાજકોટ, તા., ૨૯: દિવાળીના તહેવારો પહેલા લોકો ઘર તેમજ વ્યવસાયીક જગ્યાઓની સફાઇ કરે છે. ત્યારે આ સાફ સફાઇથી વણનોતરી ઉપાધી શહેર ઉપર આવી પડી છે.
ઘર, ઓફીસ, માર્કેટોની સફાઇની અસર સાથે જ શહેરમાં પાણીના વપરાશમાં સરેરાશ ર૧ એમએલડીનો વધારો જોવા મળ્યો છે. ઘર, ઓફીસ, માર્કેટોની સફાઇ અને ધોવા માટે પાણીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહયો છે. સામાન્ય દિવસોમાં ૪૦૬ એમએલડીની સામે પાછલા એક પખવાડીયાથી રોજબજારો ૪ર૩ એમએલડીથી વધુનો વપરાશ થઇ રહયો છે.મહાનગર પાલીકા દ્વારા નાખવામાં આવેલા હાઇડ્રોલીક નેટવર્ક સાથે રોજબજારોના વપરાશમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હાલમાં ઓકટોબર માસમાં એટલે કે દિવાળી પર્વ પહેલા ધરખમ વધારો નોંધાયો છે. પાલીકા તંત્રના ચોપડે નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો રપ સપ્ટેમ્બરના રોજ ૪૦૬ એમએલડી પાણીનો વપરાશ થયો હતો. જયારે ૨૯ ઓકટોબરે પાણીમાં વપરાશમાં અચાનક વધારો નોંધાયો હતો.
પાછલા એક અઠવાડીયામાં પાણીનો વપરાશ સતત ૪ર૩ એમએલડીથી વધુનો નોંધાયો છે.
શહેરમાં પાણીનો વપરાશ વધવા પાછળ મહદ અંશે સફાઇ જવાબદાર હોવાનો મત અધિકારીઓ આપી રહયા છે.
(3:35 PM IST)










