<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

વાવડીગામ પાસે ᅠરૂા.૨૧ હજારના દારૂ ભરેલી કાર સાથે માનવ પકડાયો

 

ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ.એમ.કે. મોવલીયા તથા ટીમની કામગીરીઃ વાવડીના જીતેન્‍દ્ર સોંદરવાની શોધ

રાજકોટઃ તા. ૨૯: વાવડીગામ પાસે ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૨૧ હજારના દારૂ ભરેલી કાર સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ વાવડી ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. રણજીતસિંહ પઢારિયા, હેડ કોન્‍સ સંજયભાઇ દાફડા, કોન્‍સ રમેશભાઇ માલકીયા અને પ્રવીણભાઇ જતાપરાને બાતમી મળતા સ્‍ટાફ સાથે વાવડીગામ પાસે.થી રૂા. ૨૧,૨૨૬ ની કિંમતની વિદેશી દારૂની ૧૧૩ બોટલ ભરેલી કાર સાથે માનવ મંગલભાઇ ગોહેલ (ઉ.૧૮) (રહે. વાવડી રાધેશ્‍યામ ગોૈશાળા પાસે વસુંધરા એપાર્ટમેન્‍ટને પકડી લઇ રૂા. ૫.૨૨ લાખનો મુદામાલ કબ્‍જે કરી વાવડી બુધ્‍ધનગરના જીતેન્‍દ્ર કાંતીલાલભાઇ સોંદરવાની શોધખોળ હાથધરી છે.

(4:12 PM IST)