<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જામનગર રોડ પથીક આશ્રમ પાસેથી દિનેશ ચોરાઉ બાઇક સાથે પકડાયો

ક્રાઇમબ્રાંચના કોન્‍સ.ગોપાલભાઇ પાટીલ, મહાવીરસિંહ ચુડાસમા અને અર્જુનભાઇ ડવની બાતમી

રાજકોટ તા.૨૯ : જામનગર રોડ પર પથીક આશ્રમ પાસે ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી ચોરાઉ બાઇક સાથે ઍક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જામનગર રોડ પરથી ઍક શખ્સ ચોરાઉ બાઇક સાથે નિકળ્યો હોવાની ક્રાઇમબ્રાંચના કોન્સ. ગોપાલભાઇ પાટીલ, મહાવીરસિંહ ચુડાસમા અને અર્જુનભાઇ ડવને બાતમી મળતા જામનગર રોડ પથીક આશ્રમ પાસેથી દિનેશ બાવજીભાઇ ચારોડીયા(ઉ.વ.૪૦) (રહે.કોઠારીયા રોડ મફતીયાપરા)ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ. ઍમ.આર. ગોîડલીયાના માર્ગદર્શન હેઠળ પી.ઍસ.આઇ. ઍલ.ઍલ. ડામોર તથા ઍ.ઍન. પરમાર તથા ઍ.ઍસ.આઇ. જલદિપસિંહ વાઘેલા, હિતેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, હેડકોન્સ.કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ.મહાવીરસિંહ ચુડાસમા, ગોપાલભાઇ પાટીલ, અર્જુનભાઇ ડવ, મોહિલરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(7:07 PM IST)