News of Tuesday, 29th October 2024
કાલે આતશબાજી : શહેરના આકાશમાં થશે ધુમધડાકા
માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે આયોજનઃ સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે ઉદઘાટનઃ શહેરીજનોને ઉમટી પડવા મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરનું આમંત્રણ

રાજકોટ, તા. ર૯ : કાલે શહેરના માધવરાય સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે આતશબાજીનું મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કળતિક પ્રવળત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે. જુદા જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે.
મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.૨૭ ઓકટોબર થી તા.૩૧ ઓકટોબર દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, લેસર શો સહિતના વિશેષ આકર્ષણોનો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે.
રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાને યોજાનાર કાર્યક્રમો અંગે અધિકારીઓ-પદાધિકારીઓએ વિસ્તળત વિગતો આપતા મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ આવતીકાલે તા.૩૦ ઓકટોબર બુધવાર ધનતેરસના શુભ દિવસે સાંજે ૭ કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્યાતિ ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા શહેરીજનોને આતશબાજી કાર્યક્રમ નિહાળવા અને ઉમટી પડવા નિમંત્રણ પાઠવ્યું છે. (૯.૪૦)
કયા-કયા ફટાકડા રંગ પ્રસરાવશે ?
*કોમેન્ટ - COMMET *માઈન્સ - MINES
*એરીયલ શોટ * ૨૪૦ મલ્ટીકલર એરીયલ શોટ
*૧૨૦ મલ્ટી કલર શોટ *૧૦૦ શોટ - ક્રેકલીંગ
*૧૦૦ શોટ - મ્યુઝીકલ * ૧૦૦ શોટ -સાઇરન
*નાયગ્રા ફોલ્સ (૨૦૦ ફુટ)
HAPPY DIWALI બોર્ડ (સાઈઝ આશરે ૨.૫ ફુટ x ૨૦ ફુટ)
PEACOCK
*ઝાડ થ્રી ઇન વન ખજૂરી * ઝાડ સુર્યમુખી (ટ્રી સુર્યમુખી )
*ઝાડ પામ (ટ્રી પામ ) *ઝાડ ગોલ્ડન સ્ટાર (ટ્રી ગોલ્ડન સ્ટાર )
*ઝાડ ઇલેકટ્રીક ખજૂરી * ઝાડ અશોકચક્ર (ટ્રી અશોક ચક્ર )
*તારા મંડળ મોટા (બીગ સ્પાર્કલ્સ)
કયાંથી પ્રવેશ કરી શકાશે ?
બહુમાળી ભવન સામેના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રસ્તાથી ૨) વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમથી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમના ગેઇટથી એન્ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરૂરીયાત નથી.
(3:43 PM IST)










