<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

વેકેશન પડતાં રાજકોટના ૧૪ વિદ્યાર્થીએ ફાર્મ હાઉસમાં દારૃની મહેફિલ ગોઠવી

ગોંડલના ગુંદાસરા ગામની તમામનો ઝડપી લીધાઃ૧૪માંથી ૯ સગીર વિદ્યાર્થીઓ ધો. ૧૨માં અભ્યાસ કરતા હતા

રાજકોટ,તા.૨૪

ગોંડલના ગુંદાસરા ગામની સીમમાં રાજકોટ રૃરલ એલસીબી અને એસઓજીની ટીમે દારૃ મહેફિલ ઝડપી લીધી હતી. વેકેશન પડતા રાજકોટના ૧૪ વિદ્યાર્થીઓએ ફાર્મ હાઉસમાં દારૃની મહેફિલ ગોઠવી હતી. પોલીસે દરોડો પાડી તમામને ઝડપી લીધા હતા. ૧૪માંથી ૯ સગીર વિદ્યાર્થીઓ ધો. ૧૨માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળે છે. જેથી વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. પોલીસે દારૃની ચાર બોટલો કબ્જે કરી ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.

દારૃની મહેફીલ માણવા માટે હિન્દી ગીતો ઘણા છે જેમાં "પાર્ટી તો અભી શરૃ હુઈ હૈ, ચાર બોટલ વોડકા કામ મેરા રોજ કા"  આવી જ મહેફિલ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે આવેલ ફાર્મ હાઉસમાં ચાલી રહી હતી ત્યારે એલસીબી પોલીસે ત્રાટકી રંગમાં ભંગ પાડી પાંચ શખ્સોને ઝડપ્યા હતા જ્યારે આ દરોડામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો પણ મળી આવ્યા હતા. તહેવારોમાં છાંટાપાણી ની મોજ માટે હવે ટીનેજર્સ પણ દારુની લત માં લપેટાયા હોવાની આમે આવેલી ઘટના માતાપિતા અને વાલી વર્ગ માટે લાલબતી સમાન છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુંદાસરા ગામે આવેલા રાજકોટ રહેતા વિપુલભાઈ દામજીભાઇ ખુંટ નાં ફાર્મ હાઉસમાં દારુની  મહેફીલ  ચાલી રહ્યા ની બાતમી નાં આધારે પોલીસ દરોડો પાડી  તીર્થ મયુરભાઈ કંસાગરા રહે.  સત્ય સાંઈ રોડ રામધામ પાર્ક રાજકોટ, દેવાંશ હિતેશભાઈ પાદરીયા,  રહે. નાના મવા રોડ, રાજ રેસીડેન્સી રાજકોટ, કરંજ કેયુરભાઈ મેઘપરા રહે. સવન સ્ટેટસ બ્લોક નંબર ૧૨૦૧, ધ્વનિલ કલ્પેશભાઈ શાહ, રહે. માલવીયા નગર ગોંડલ રોડ રાજકોટ, તેમજ આસ્વત મહેશભાઈ રાઠોડ રહે. વેસ્ટન એપાર્ટમેન્ટ કોટેચા સર્કલ પાસે રાજકોટ વાળાઓને વિદેશી દારૃની બોટલ નંગ ચાર કિંમત રૃપિયા ૮,૮૯૨ સાથે ઝડપી લીધા હતા આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવતા ૯ સગીર આરોપી  પણ મળી આવ્યા હતા આ કાર્યવાહી એલસીબી પીઆઇવીવી ઓડેદરા, પીએસઆઇ બી.સી મીયાત્રા, એસ આઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી

(9:21 PM IST)