<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

રાજકોટ જિલ્લા બેંક દ્વારા અતિવૃષ્‍ટિથી અસરગ્રસ્‍ત ખેડૂતો માટે વગર વ્‍યાજે રૂા.પ૦,૦૦૦ સુધીની લોન

૧ હજાર કરોડનું ધીરાણ ઝીરો ટકાથી અપાશે : જયેશ રાદડિયાની જાહેરાત રાજકોટ અને મોરબી જિલ્લાના સવા બે લાખ ખેડૂતોને લાભ મળવા પાત્ર

રાજકોટ, તા. ૩૦ : સમગ્ર સૌરાષ્‍ટ્રમા તાજેતરમા પડેલ અતિભારે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્‍તારમાં અતિવળષ્ટિ સર્જાયેલ હોય, હંમેશા ખેડુતોની પડખે ઉભી રહેતી રાજકોટ જીલ્લા બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા તથા બેંકના તમામ ડિરેક્‍ટરોએ આ કપરા સમયમાં રાજકોટ તથા મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા ખેડુતોની પડખે ઉભા રહેવાનો નિર્ણય કરેલ છે. આ ધીરાણ ખેડૂતોએ આજથી ૧ માસમાં મેળવી ૧ વર્ષમાં પરત કરવાનું રહેશે.

બેંકના ચેરમેન જયેશ રાદડિયાયે રાજકોટ ડિસ્‍ટ્રીક્‍ટ બેંકના કાર્યક્ષેત્રે રાજકોટ તથા મોરબી જિલ્લાના આશરે સવા બે લાખ જેટલા ખેડુતોને રૂા.૧૦૦૦ કરોડનું વગર વ્‍યાજનું ધિરાણ કરવાનું આયોજન કરેલ છે. ખેડુતોને આ ૦ ટકા વ્‍યાજે ધિરાણ કરવાથી જીલ્લા બેંકને અંદાજે રૂા.૧૦૦ કરોડ જેટલી માતબર રકમનો બોજ પડશે જે બોજ જીલ્લા બેંક ઉઠાવશે તેવું જાહેર કરેલ છે.

શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી. ના જનરલ મેનેજરશ્રી વી.એમ. સખીયાની  શ્રી જયેશભાઈ રાદડિયા, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્‍યામભાઈ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્‍ટ્રીય સ્‍તરે ઉભરી આવેલ છે. રાજકોટ અને મોરબી જીલ્લામાં તાજેતરમા થયેલ અતિવળષ્ટિના કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકશાન થયેલ છે તેમજ સતત પડેલ અતિભારે વરસાદને કારણે ખેડૂતોને મગફળી, કપાસ, સોયાબીન, તુવેર તથા મરચી સહિતના તૈયાર પાકને ખૂબ જ નુકશાન થયેલ છે. જે બાબતને ધ્‍યાને લઈરાજકોટ અને મોરબી જીલ્લાની બેંક સાથે જોડાયેલ ખેતી વિષયક મંડળીઓમાંથી ધિરાણ મેળવતા ખેડૂતોને પાક નુકશાની સામે ૦ ટકા રૂ.૫૦૦૦૦/- સુધીની લોન આપવાની જાહેરાત કરી ખેડૂતોની વહારે આવેલ છે.

ખેડૂતોને પુરી પાડવાની આ લોનની અંદાજીત કુલ રકમ રૂ.૧૦૦૦ કરોડ જેટલી થશે જેના ઉપર થનાર રૂ.૧૦૦ કરોડ જેટલુ વ્‍યાજ બેંક વહન કરશે. જેથી ખેડૂતોને રૂ.૧૦૦ કરોડનો ફાયદો થશે. આમ ખેડૂતોની વિઠલભાઈ રાદડિયાના પગલે ચાલી બેંકના ચેરમેનશ્રી જયેશભાઈ રાદડિયા તથા તેમની ટીમએ અસરગ્રસ્‍ત ખેડૂતો માટે તાકીદની ૦ ટકા વ્‍યાજે લોનની જાહેરાત કરી રાજકોટ તથા મોરબી જીલ્લાના અસરગ્રસ્‍ત ખેડૂતોને અતિવળષ્ટિ સામે ખૂબ જ સહાય રૂપ બનેલ છે.

(3:47 PM IST)