<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

મનપાની સોલિડ વેસ્‍ટ શાખામાં વધુ ૧૦ જેસીબી ઉમરાયાઃ સફાઇ વધુ ઝડપી બનશે

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારશ્રીની ‘‘સ્‍વચ્‍છ ભારત મિશન'' અંતર્ગત રૂ. ૧ર૦.૮ર લાખ અને ‘‘૧પમાં નાણાપંચ'' યોજનાની ગ્રાંટમાંથી રૂ. ૧૯ર.૯૦ લાખ એમ મળી કુલ રૂ. ૩૧૩.૭ર લાખના ખર્ચે સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના ઉપયોગ માટે ખરીદ કરવામાં આવેલ ૧૦ બેકેહો લોડર (જે.સ.બી.) વાહનનું મહાનગરપાલિકા સેન્‍ટ્રલ ઝોન કચેરી, ડો. આંબેકર ભવન, ઢેબરભાઇ રોડ ખાતે લોકાર્પણ (ફલેગ ઓફ) વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ તથા વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ બેકેહો લોડર (જે.સી.બી.) વાહનનું લોકાર્પણ (ફલેગ ઓફ) કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રીઓ ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઇ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નિલેષભાઇ જલુ, પ્‍લાનીંગ સમિતિ ચેરમેન ચેતનભાઇ સુરેજા, એસ્‍ટેટ સમિતિ ચેરમેન મગનભાઇ સોરઠીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર વિનુભાઇ સોરઠીયા, મંજુબેન કુગસિયા રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભ જીંજાળા, દિગ્‍વિજય તુવર, વિરલ ચાવડા, ડેપ્‍યુટી સેક્રેટરી ધવલ જેસડીયા, પી. એસ. ટુ મેયર અને મેનેજર વિપુલ ધોણીયા, પી એસ. ટુ ચેરમેન અને મેનેજર હિમાંશુ મોલીયા, આસી. એન્‍જીનીયર ગૌરાંગ દવે, જે. ઉપાધ્‍યાય, સોલિડ વેસ્‍ટ શાખાના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ.

(1:56 PM IST)