<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

અખંડ ભારતના શિલ્‍પી- રાષ્‍ટ્રનિર્માતા સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૯મી જન્‍મજયંતી પર શત શત વંદન...

‘૩૧ ઓકટોબર- રાષ્‍ટ્રીય એકતા દિવસ

રાજકોટઃ વિશ્વના મહાન રાષ્‍ટ્ર નિર્માતામાં જેમનું નામ અગ્ર રહેલ છે એવા વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ ગુજરાતના ખેડા જિલ્લાના નાના એવા કરમચંદ ગામમાં એક સામાન્‍ય ખેડૂત પરિવારમાં  ૩૧-૧૦-૧૮૭૫ ના રોજ જન્‍મ્‍યા હતા. તેઓ આવડત,નિષ્ઠા, નીડરતા, અનુભવ, સંગઠન શક્‍તિ અને રાષ્‍ટ્રભાવના થી પ્રચલિત થયા હતા. દેશને આઝાદ કરાવવામાં તેમનો અમૂલ્‍ય અને ગૌરવવંતો ફાળો રહ્યો છે. ૬ ઓગસ્‍ટ, ૧૯૪૭ના રોજ એકીકરણ માટે લોબિંગ કરવાનું શરૂ કર્યું. તેઓ જમ્‍મુ અને કાશ્‍મીર, જૂનાગઢ અને હૈદરાબાદને બાદ કરતા તમામને એકીકળત કરવામાં સફળ રહ્યા. આખરે તેમણે તેમની તીક્ષ્ણ રાજકીય કુનેહથી પરિસ્‍થિતિનો સામનો કર્યો અને તેમનું જોડાણ સુરક્ષિત કર્યું.

૧૫ ઓગસ્‍ટ ૧૯૪૭ના દિવસે એક સાથે અનેક ભૂમિના ટુકડા આઝાદ થયા અને ૫૬૫ ટુકડાઓને ભેગા કરીને ભારતીય સંઘમાં એકીકરણ કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી અખંડ ભારતના નિર્માણનું કામ સરદાર પટેલે પૂર્ણ કર્યું. આજે કાશ્‍મીરથી કન્‍યાકુમારી અને ગુજરાતથી મણીપુર સુધીના અખંડ ભારતના નિર્માતાનો શ્રેય સરદાર પટેલને જાય છે. તેઓ એક લડવૈયા હતા. તેમને રાજા, રાજકુમાર, આરએસએસ, હિન્‍દુ મહાસભા, હિન્‍દુત્‍વ જૂથ જેવા અન્‍ય જૂથોના કોઈ ડર વગર નિષ્‍પક્ષ કામ કરતા. સરદાર પટેલ અનુકરણીય ગુણો ધરાવતા મહાન રાજકીય નેતા હતા. સીધા અને સ્‍પષ્ટવક્‍તા, બિનસાંપ્રદાયિક ભારત પ્રત્‍યેની તેમની પ્રતિબદ્ધતા સાચી અને સારી રીતે વ્‍યાખ્‍યાયિત હતી. હિંમત, પ્રામાણિકતા અને લોખંડી સંકલ્‍પના અસાધારણ ગુણોથી આશીર્વાદિત પટેલે દેશના એકીકરણ તરફના તેમના બેફામ પ્રયાસોએ તેમને ‘ભારતના લોખંડી પુરુષ' નું બિરુદ અપાવ્‍યું હતું.ઘણા લોકો ભારતના બિસ્‍માર્ક કહે છે, આમ જોઈએ તો બિસ્‍માર્ક એ તો જર્મનીના માત્ર ૩૩ રાજ્‍યોને એક કર્યા હતા, જ્‍યારે સરદાર પટેલે ૫૬૫ દેશી રજવાડાઓને કુનેહ અને શાંતિપૂર્ણ રીતે સંગઠિત કરીને અખંડિતતાનું નિર્માણ કર્યું હતું જે બિસ્‍માર્ક કરતા અનેક ગણું ઊંચું સ્‍થાન છે.

વલ્લભભાઈ પટેલને બારડોલી સત્‍યાગ્રહ આંદોલન પહેલા ખેડૂતોને એવું પણ કહેલ કે સંઘર્ષમાં કુદી પડતા પહેલાં હું તમને બે વાર વિચાર કરવાનું કહીશ તમારા નેતા તરીકે મારા જેવો યોદ્ધા છે એમ માનીને આનંદિત થશો નહીં. મને અને મારા સાથીઓને ભૂલી જાવ તમને જો લાગતું હોય તે જુલ્‍મ અને અન્‍યાયનો પ્રતિકાર કરવો જોઈએ તો સંઘર્ષ કરો, તમે જો સફળ થશો તો સ્‍વરાજનો પાયો નાખવામાં ઘણું બધું કરી શકશો. વલ્લભભાઈ પટેલે ફેબ્રુઆરી ૧૯૨૮માં બારડોલી અને બોરસદ સત્‍યાગ્રહ આંદોલનમાં નેતળત્‍વ કરી ખેડૂતોને તેમના હકો અપાવ્‍યા ત્‍યારથી ખેડૂતોએ તેમને સરદારનું નામ આપ્‍યું.

૧૯૩૦ માં, સરદાર વલ્લભભાઈ પટેલ એવા નેતાઓમાં હતા જેમને મહાત્‍મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ પ્રખ્‍યાત મીઠા સત્‍યાગ્રહ ચળવળમાં ભાગ લેવા બદલ જેલવાસ કરવામાં આવ્‍યો હતો. ‘‘મીઠું ચળવળ'' દરમિયાન તેમના પ્રેરણાદાયી ભાષણોએ અસંખ્‍ય લોકોનો દૃષ્ટિકોણ બદલી નાખ્‍યો, જેમણે પાછળથી આંદોલનને સફળ બનાવવામાં મુખ્‍ય ભૂમિકા ભજવી.કોંગ્રેસના સભ્‍યોની વિનંતી પર ગાંધીજી જેલમાં હતા ત્‍યારે તેમણે સમગ્ર ગુજરાતમાં સત્‍યાગ્રહ ચળવળનું નેતળત્‍વ કર્યું હતું.

વલ્લભભાઈ પટેલ ભારતની બંધારણ સભાના અગ્રણી સભ્‍ય હતા અને ડો.બી.આર. આંબેડકરની નિમણૂક તેમની ભલામણ પર કરવામાં આવી હતી. ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવાની સ્‍થાપનામાં તેઓ મુખ્‍ય બળ હતા. તેમણે સૌરાષ્‍ટ્ર નાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારના પ્રયાસો શરૂ કરવામાં અંગત રસ લઇને કાર્ય પૂર્ણ કરાવ્‍યું હતું.

તેમના સાદગીભર્યા જીવનમાં રાષ્‍ટ્રભાવના અને રાષ્‍ટ્રહિત છલોછલ ભરેલું હતું, તેમને ધાર્યું હોત તો તે વિશ્વપુરુષ બની શકયા હોત પરંતુ સરદાર પટેલે રાષ્‍ટ્રપુરુષ બનવાનું વધારે પસંદ કર્યું. દરેક વાત ભારત પુરતી સીમિત રાખતા હતા. દુનિયાભરમાં આવા નેક અને રાષ્‍ટ્રભાવનાથી રંગાયેલા નેતા કે રાષ્‍ટ્રપુરુષ જોવા નહીં મળે. સરદાર પટેલે ચીન-પાકિસ્‍તાનની સમસ્‍યા અંગે  અવારનવાર ચેતવણી આપી હતી અને ચીનની લુચ્‍ચાઈ સામે અવાજ ઉઠાવ્‍યો હતો. પાકિસ્‍તાન અને કાશ્‍મીરના સળગતા પ્રશ્નોને સંયુક્‍ત રાષ્‍ટ્ર સમક્ષ લઈ જવાનો સખત વિરોધ કર્યો હતો. અત્‍યારે આપણે જોઈ શકીએ છીએ કે ત્‍યારે તેમની વાત માની હોત તો આજે દેશને આ નુકસાન ભોગવવાનો સમય ન આવ્‍યો હોત. આવા ઘણાં પ્રશ્નોમાં તેમની કુનેહ ભરી નીતિ અને નીડરતાથી દેશની મોટી અને ગંભીર સમસ્‍યાઓનું નિરાકરણ  લાવવામાં સફળ રહ્યા હતા.

સરદાર પટેલ દેશના નાનામાં નાના માણસની સમસ્‍યાઓને સારી રીતે જાણતા હતા અને તેનું નિરાકરણ કરવાની શક્‍તિ પણ ધરાવતા હતા, સરદાર કોઈ પરિવારવાદ, જાતિવાદ, ભાષાવાદ કે પ્રાંતવાદમાં માનતા નહીં, તેઓ દલિત અને આદિવાસીઓના કલ્‍યાણ અને છેવાડાના માનવીની ચિંતા કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવતા, તેઓને સમજવી ને આઝાદીની ચળવળ જોડયા હતા. વલ્લભભાઈ પટેલ ગાંધીજીની લાગણીને હમેશાં માન આપતા અને વિચાર વિમર્શ કરી મોટા નિર્ણયો કરતા. ગાંધી પ્રત્‍યે અત્‍યંત વફાદાર હતા, અને તેઓ અને નહેરુ બંને વિવાદોની મધ્‍યસ્‍થી કરવા તેમની દરમિયાનગીરી સ્‍વીકારતા હતા.

ગાંધીજીના મળત્‍યુના બે મહિનાની અંદર, પટેલને મોટો હૃદયરોગનો હુમલો આવ્‍યો;

તેમની પુત્રી, તેમની સેક્રેટરી અને એક નર્સની સમયસર કાર્યવાહીથી પટેલનો જીવ બચી ગયો. પટેલે આ હુમલાને ગાંધીજીના અવસાનથી ઘેરાયેલા શોકને જવાબદાર ગણાવ્‍યો હતો.

વલ્લભભાઈ ખેડૂતોની હંમેશા ચિંતા કરતા અને કહેતા ‘‘ખેડૂતો ડરી - ડરી દુઃખી થાય અને જુલ્‍મીઓનો માર ખાઈ તેનાથી મને શરમ આવે છે. હું ઇચ્‍છું છું કે ખેડૂતોને ગરીબ અને નિર્બળ મટાડીને ટટ્ટાર અને સશક્‍ત બનાવું અને સ્‍વમાનભેર ઊંચું માથું કરીને ચાલતા કરી દઉ, જો આટલું કરીને મરીશ તો હું મારું જીવન સફળ માનીશ''.

મેં ખેડૂતોને એકજ પાઠ ભણાવ્‍યો છે કે ‘‘આપણે તો સંસારના અન્નદાતા છીએ, આપણે કોઈનાથી પણ ડરવાની જરૂર નથી. ડર રાખો તો એક ઈશ્વરનો રાખવો કેમ કે ઈશ્વરની સામે તો સૌ કોઈને જવાબ આપવો પડશે''.જેટલું કષ્ટ ખેડૂતો સહન કરે છે એટલું કોઈ સહન નથી કરતું જોકે તેનું સહન કરેલું તમામ કષ્ટ અંતે તો ધૂળમાં મળી જાય છે, ઉપરથી તેના ભાગ્‍યને દોષ આપવામાં આવે છે અને ખેડૂત દયા-તિરસ્‍કાર અને મજાકનું પાત્ર બની જાય છે. જેટલું દુઃખ ખેડૂત સમજ્‍યા વગર સહન કરે છે તેનું અડધું પણ તે પોતાના અધિકાર માટે અથવા તો જાત માટે બુદ્ધિમતાથી સહન કરે તો તેણે સહન કરેલા દુઃખ તપસ્‍યાના સ્‍વરૂપમાં ફળદાયી સાબિત થશે.

તેમણે ખેડૂતોની મુશ્‍કેલીઓ અને અંગ્રેજી લોકોના જુલ્‍મથી છુટકારો મેળવવાં માટે ખેડૂતોને દૂધ મંડળીની શરૂઆત કરાવી અને ખેડૂતોના સંઘર્ષમાંથી શ્વેતક્રાંતિના ણેતા અને સરદાર પટેલના સ્‍વપ્નાને જીવંત કરી બતાવનાર ડો.વર્ગીસ કુરિયને દૂધ મંડળીઓની સ્‍થાપના પછી અમુલ ડેરીની ૧૯ ડીસેમ્‍બર ૧૯૪૬ માં સ્‍થાપના કરી જેમાં મોરારજીભાઈ દેસાઈ અને મંડળીના ચેરમેન બનેલા ત્રિભોવનદાસ પટેલ નો અમૂલ્‍ય ફાળો રહ્યો હતો.

સરદાર પટેલ ભારત છોડો ચળવળના સૌથી મોટા સમર્થકોમાંના એક હતા. તેઓ ગાંધીજીના વિશ્વાસુ લેફ્‌ટનન્‍ટ હતા.

૧૯૩૦માં તેમની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા હતા. તેમણે આગામી ૧૬ વર્ષોમાં લગભગ અડધો સમય જેલમાં વિતાવ્‍યો હતો.

સ્‍વતંત્રતાની પ્રથમ વર્ષગાંઠ પર, પટેલને ભારતના ગળહ પ્રધાન તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા હતા. પટેલ દેશના નાયબ વડાપ્રધાન બન્‍યા ત્‍યાર પછીના એક પ્રસંગની વાત કરીએ તો તેઓ એકદમ સાદું અને રાષ્‍ટ્ર ને સમર્પિત જીવન જીવ્‍યા હતા. તેમના પત્‍ની ઝવેર બેન નું  મળત્‍યુ ૧૯૦૯ માં થયા પછી તેમની સંપૂર્ણ જવાબદારી તેમના દીકરી મણીબેને આજીવન કુંવારા રહી નિભાવી હતી. મણીબેનનું જીવન સાદગી ભર્યું હતું તેઓ વલ્લભભાઈના કપડા પણ જાતે ચરખો ચલાવી અને કાતી ને તેમાંથી બનાવતા અને તેઓ થીંગડાં મારેલી સાડી પહેરવામાં જરા પણ સંકોચ ન અનુભવતા.  વલ્લભભાઈના ચશ્‍મા ની ફ્રેમ ૨૦ વર્ષ જૂની હતી અને તે હંમેશા કહેતા કે હું કમાણી થોડો કરું છું કે નવા કપડા - ચશ્‍મા- ઘડિયાળ પહેરી શકુ . સરદાર સાહેબના સમગ્ર જીવનમાંથી આજની યુવા પેઢી  સરદારના જીવન મૂલ્‍યો જાણે, સમજે અને જીવનમાં ઉતારે તો દેશ પ્રત્‍યેની તેમની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા પુરવાર કરી ગણાશે.

ટૂંકી બીમારી બાદ સરદાર વલ્લભભાઈ પટેલનું  ૧૫ ડીસેમ્‍બર ૧૯૫૦ ના દિવસે મુંબઈમાં મળત્‍યુ થયું હતું. દુર્ભાગ્‍યની વાત એ છે કે વર્ષ ૧૯૯૧ માં તત્‍કાલિન વડાપ્રધાન પી.વી. નરસિમ્‍હા રાવ એ ૧૯૫૦ માં વલ્લભભાઈ પટેલ ના મળત્‍યુના ૪૧ વર્ષ બાદ તેમને ‘‘ભારતરત્‍ન એવોર્ડ'' આપ્‍યો. આ બાબતે સરકારની ખૂબ ટીકા થઈ હતી.

સરદાર પટેલના અવતરણોમાં નેતળત્‍વ, એકતા, નિヘુય અને સુશાસનના સારને મૂર્તિમંત કરે છે. તેમના શબ્‍દો વ્‍યક્‍તિઓને શક્‍તિ, અખંડિતતા અને રાષ્‍ટ્રીય એકતાના માર્ગ તરફ પ્રેરિત અને માર્ગદર્શન આપતા રહે છે.

    દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્‍યેના ઉચ્‍ચ વિચારો અને દૃઢ સંકલ્‍પ થી રૂપિયા ૩૦૦૦ કરોડ ના ખર્ચે નર્મદા બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલ ની પ્રતિમા બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેઓ વડાપ્રધાન બન્‍યા બાદ વર્ષ ૨૦૧૪ માં તેમનું લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ ૩૧ ઓક્‍ટોબર ના દિવસને સરદાર પટેલ ની સ્‍મળતિમાં ‘‘રાષ્‍ટ્રીય એકતા દિવસ'' તરીકે ઘોષિત કરવામાં આવ્‍યો અને દર વર્ષે ઉજવણી કરવાનું નક્કી કર્યું . આ પ્રતિમાને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી તરીકે પ્રસ્‍થાપિત કર્યું.(૨.૧૫)

સંકલન

બાબુભાઇ મેનપરા

નિવળત્ત બી.એસ.એન.એલ. ઓફિસર,૯૪૨૬૨૨૭૮૮૮

(2:52 PM IST)