<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

કાલાવડ રોડ પર જડુસ બ્રીજની નીચે એસ્‍પીરેશન (મોર્ડન) ટોયલેટ બનશે

કોર્પોરેટરો સુરેજા, વાઘેલા, ટીલાળા તથા ડોડીયાની રજુઆત તથા લોકોની સુવિધા વધશે

રાજકોટ તા. ૩૦: શહેરના વોર્ડ નં.૧૦માં રૂ.૩૨.૨૫ લાખના ખર્ચે કાલાવડ રોડ પર જડુસ બ્રીજની નીચે એસ્‍પીરેશનલ(મોર્ડન) ટોયલેટ બનાવવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થતા વિસ્‍તારમાં રહેતા તમામ લોકોની સુવિધામાં વધારો થશે.

આ કામો મંજુર કરવા બદલ પ્‍લાનિંગ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ વાઘેલા, જ્‍યોત્‍સનાબેન ટીલાળા અને રાજેશ્રીબેન ડોડીયા દ્વારા રાજકોટ શહેર સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(2:54 PM IST)