News of Wednesday, 30th October 2024
ગાંધીગ્રામમાં રીક્ષા નીચે ફટાકડો ફોડવા પ્રશ્ને સમજાવવા ગયેલા સંજયભાઇ પર હુમલો
એકસેસ ચાલકે ‘સામુ શું જોવે છે તું જે હોય તે' કહી યુઁવાનને માથામાં કડુ ફટકારી દીધું: ફરિયાદ

રાજકોટ તા. ૩૦: ગાંધીગ્રામમાં ખોડીયાર અમુલ પાર્લર પાસે રીક્ષા લઇને નીકળેલા યુવાનની રીક્ષા નીચે સળતો ફટાકડો ઘા કરતા રીક્ષા ચાલકે સામુ જોતા એકસેસના ચાલકે ‘સામુ શું જોવે છે તુ જે હોય તે' કહી ગાળો આપી રીક્ષા ચાલક યુવાન સાથે ઝઘડો કરી તેને માથાના ભાગે કડુ ફટકારી દેતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે વીર સાવરકર ટાઉનશીપ આવાસના કવાર્ટરમાં રહેતા સંજયભાઇ કાળુભાઇ ચાવડા (ઉ.વઉ ૪ર) એ ગાંધીગ્રામ પોલીસમાં પપપપ નંબરના એકસેસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પોતે પ્યુન તરીકે નોકરી કરે છે. રાત્રે પોતે તથા પુત્ર વંદન બંને ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. ર માં રહેતા ભાઇ શૈલેષભાઇના ઘરે હતા. બાદ રાત્રે સાડા બાર વાગ્યે પોતે તથા પુત્ર વંદન અને ભાભી મીનાબેન પોતાની પાસે રહેલી ભાડાની રીક્ષા લઇને ભાઇના ઘરે જતા હતા ત્યારે ગાંધીગ્રામ શેરી નં. ૪/અ ના ખૂણે ખોડીયાર અમુલ પાર્લર પાસે પહોંચતા ત્યાં એક અજાણ્યો શખ્સ રોડ પર ફટાકડા ફોડતો હોઇ અને ત્યાંથી પસાર થતા તેણે ફટાકડો સળગાવી પોતાની રીક્ષા નીચે ઘા કરતા પોતે રીક્ષા ઉભી રાખી ફટાકડો ઘા કરનાર અજાણ્યા શખ્સ સામે જોતા તે કહેવા લાગેલ કે ‘સામુ શું જોવે છે ચાલતો થા તુ જે હોઇ તે' તેમ કહેતા પોતે તેને સમજાવવા માટે રીક્ષામાંથી નીચે ઉતરી તેની પાસે જતા તે પોતાને ગાળો દેવા લાગ્યો હતો પોતે તેને ગાળો દેવાની ના પાડતા તેણે ઉશ્કેરાઇ જઇ પોતાની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને તેણે પોતાનો કાઠલો પકડી માથાના ભાગે કડુ ફટકારી દીધું હતું. ત્રણથી ચાર ઘા મારી દેતા પોતાને માથામાં ઇજા કરી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા અજાણ્યો શખ્સ પપપપ નંબરનું એકસેસ લઇને ભાગી ગયો હતો. બાદ પોતાને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ બનાવ અંગે પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ પી. બી. પટેલે તપાસ હાથ ધરી હતી.
(2:56 PM IST)










