<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

શબ્‍દોરૂપી શ્રેષ્‍ઠ ગિફટ : જય વસાવડાનું ‘રેઇન ડ્રોપ્‍સ' પુસ્‍તક

૫ ડિસે. સુધી ૪૦ ટકા વળતર સાથે ઉપલબ્‍ધ : જય વસાવડા કહે છે ‘રેઇન ડ્રોપ્‍સ' પુસ્‍તકમાં કેટલાય રંગબેરંગી ટુકડા દિલ ઠાલવીને : રિયલ પિપલના એકઠા થયા છે, જે એક આખા માણસની જૂઠી અફવાઓ કે મનઘડત અનુમાનોથી આગળની સાચી ઓળખ આપે છે

રાજકોટ તા. ૩૦ : જાણીતા મોટીવેશનલ સ્‍પીકર અને લેખક શ્રી જય વસાવડા અકિલાના આંગણે આવ્‍યા હતા. તેઓનું પુસ્‍તક ‘રેઇન ડ્રોપ્‍સ' ૪૦ ટકા વળતર સાથે ઉપલબ્‍ધ બનશે.

બધા પોતાના માપે, પોતાની રીતે, પોતાના અનુભવે, પોતાના ગજાથી કોઈની વ્‍યાખ્‍યા કરતા હોય છે. પણ નિયમિત વાચન અથવા  અંગત સંપર્કથી અસલ જે જય વસાવડા છે, એની પહેચાન એટલે આ ‘રેઈન ડ્રોપ્‍સ' પુસ્‍તક. આમાં કેટલા ય રંગબેરંગી ટુકડા દિલ ઠાલવીને રિયલ પીપલના એકઠાં થયા છે, જે એક આખા માણસની જૂઠી અફવાઓ કે મનઘડંત અનુમાનોથી આગળની સાચી ઓળખ આપે છે !

આવી ઘટના વિશ્વભરમાં અનોખી છે કે કોઈ વ્‍યક્‍તિના જીવનનું અડધી સદીએ સરવૈયું પ્રેમના સરવાળા ગુણાકાર તરીકે એવું નીકળે, કે સ્‍વજનોએ બર્થ ડે ગિફટ તરીકે વિચારેલી એક કૃતિ કસોટીઓ બાદ વિરાટ રંગબેરંગી ગ્રંથ બનીને અવતરે ! કોઈ પણ સર્જકના ૫૦ વર્ષ પર જગતમાં આવું પુસ્‍તક બન્‍યું નથી, જે યશ ગુજરાતી ભાષાના સર્જકને જાય છે પહેલ કરવાનો એનો હરખ છે.

જય વસાવડા જણાવે છે કે, યોગદાન કરનાર તમામને તો મેં ગિફટ આપવાનું નક્કી કરેલું ને અન્‍ય ચાહકો રસ પડે તો વસાવી શકે એ માટે ખાસ નવભારતના રોનક સાથે મળીને ફ્રી કુરિયર ૪૦% ડિસ્‍કાઉન્‍ટ સાથે યોજના મુકેલી. એમ હતું કે કોઈ કોઈ લેશે પણ નોર્મલ ગુજરાતી બૂકની એક એડીશન પૂરી થાય, એટલી રકમની ‘રેઇન ડ્રોપ્‍સ' લોકોએ લીધી એવો ઉમળકાભર્યો પ્રતિસાદ જોતા હવે ધનતેરસને બદલે મોજથી છેક વોલ્‍ડ ડિઝનીના જન્‍મદિન ૫ ડિસેમ્‍બર સુધી આ ઉત્‍સવ ચાલુ રાખીશું. આ પુસ્‍તક આમ નેવરબિફોર બેસ્‍ટ એવર બનાવી #JVlovers સુધી પહોંચાડવાનો મનોરથ પૂરો થયો એ જ અમારી શુભ ધનતેરસ.પસાર થઈ શકો આ પુસ્‍તકમાંથી તો ખરો જય જડશે અધધધ પ્રેમથી સીંચાયેલો. એના ઋણસ્‍વીકાર રૂપે જ એક એક પાનું દિવાળીની આતશબાજી ને ધનતેરસની રંગોળી જેવું સજાવ્‍યું છે.

કોઈને ઘેર બેઠા મેળવવી કે ભેટ આપવી હોય તો આ રહી લિંક. વીડિયોમાં છેડે QR કોડ પણ છે. સંપર્ક : રોનક શાહ ૯૮૨૫૦૩૨૩૪૦

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલાના એકઝીક્‍યુટીવ એડીટર તથા વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે શ્રી જય વસાવડા નજરે પડે છે.

જય વસાવડા નામના જલસાની

રંગબેરંગી જીવનયાત્રા...

રાજકોટ : વિશ્વમાં પહેલી જ વાર વડાપ્રધાનથી વાચકો સુધી, સંતોથી સ્‍વજનો સુધી, અભિનેતાઓથી આગેવાનો સુધી સંઘર્ષ અને સફળતાના અંગત અવલોકનો, યાદગાર જીવનપ્રસંગોથી શોભતી ૭૪૦ વ્‍યક્‍તિઓની આંખે લખાયેલી એક ગુજરાતી ભાષાના લેખકની પ્રેમગાથા... આ પુસ્‍તકમાં છે.

પ્રિય મોરારિબાપુના આશીર્વાદથી પોંખાયેલા ગ્રંથમાં લેખો સાથે બચપણથી આજ સુધીના ૨૧૦૦ થી વધુ એક્‍સકલુઝિવ રંગીન /બ્‍લેકવ્‍હાઈટ ફોટોગ્રાફસનું આલ્‍બમ... સવા બાર ઇંચથી પોણા નવ ઇંચની મેગેઝીનથી પણ મોટી વિશાળ સાઈઝ, આર્ટ પેપર પર છપાયેલા ૮૨૦ આકર્ષક સજાવટવાળા કલરફૂલ પાનાઓમાં વિવિધ વ્‍યકિતઓની લાગણીઓનો હાર્દ બાઉન્‍ડમાં પોણા ચાર કિલોથી વજનદાર વરસાદ..

જય વસાવડાએ એમાં યોગદાન કરનાર તમામને આ ગ્રંથ ભેટ આપવાનો સંકલ્‍પ કર્યો છે. અન્‍ય ચાહકો માટે ‘જેવી'ના જન્‍મદિન ૬ ઓકટોબરથી વોલ્‍ટ ડિઝનીના જન્‍મદિવસ ૫ ડીસેમ્‍બર ૨૦૨૪ સુધી ભારતભરમાં ફ્રી કુરિયર સાથે ૪૦% નું અભૂતપૂર્વ ડિસ્‍કાઉન્‍ટ. જય વસાવડાના રિમઝિમ ક્રિએશન્‍સ તરફથી ૫૧૦૦ ને બદલે ૩૦૬૦ રૂપિયામાં ઘેર બેઠા મળી શકશે.

(3:31 PM IST)