<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

નવા વર્ષે સૌમાં નવી ઉર્જા નવા ઉત્‍સાહનો સંચાર થાય તેવી શુભેચ્‍છાઃ ભાનુબેન

રાજકોટ તા. ૩૦ :.. ૭૧ રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભાના ધારાસભ્‍ય તેમજ સામાજિક ન્‍યાય અધિકારીતા અને મહિલા બાળ કલ્‍યાણ વિભાગના કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ સમગ્ર ગુજરાતના પ્રજાજનોને દીપાવલી તેમજ નવા વર્ષની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું કે, દિવાળીનું પર્વએ અંધકારમાંથી જીવનના સકારાત્‍મકરૂપી પ્રકાશ પાથરનાર ઉજાસરૂપી પર્વ છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં રામ મંદિરના સંકલ્‍પને સાકાર કર્યુ છે એવા પ્રભુ શ્રીરામના આશીર્વાદ થકી દિપોત્‍સવીના આ પર્વને સૌએ આનંદથી ઉજવીએ તેવી મંગલ કામના.

દિવાળીના પર્વની ઉજવણી સૌ સાથે મળી સૌના સાથ અને સૌના પ્રેમથી કરી એ જ રીતે આખુ વર્ષ સાથે રહી એકબીજાના પૂરક બની કામ કરતા રહે તેમજ નવા વર્ષ સાથે નવી ઉર્જા અને નવા ઉત્‍સાહથી મનમાં સમરસતાની ભાવના સાથે સૌ આ રાજય માટે રાષ્‍ટ્ર માટે સતત કાર્ય કરતા રહીએ એવી અભ્‍યર્થના સાથે નવા વર્ષની શુભેચ્‍છા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ પાઠવી છે.

(3:51 PM IST)