News of Wednesday, 30th October 2024
બોકસ ક્રિકેટનું બાળમરણઃ મનપાએ વિચાર જ છોડયો સ્ટેન્ડીંગમાં ૧૩.૮૦ કરોડના વિકાસ કામોને લીલીઝંડીે
રેસકોર્ષમાં પણ રમતગમત પ્રેમીઓને મળી નિરાશાઃ દરખાસ્ત ફગાવાઇઃ ત્રણેય ઝોનમાં વિવિધ વિસ્તારમાં સ્પીડ બ્રેકરો પર પટ્ટા કરવા રી-ટેન્ડરનો આદેશઃ કેવડાવાડીમાં બ્રીજ, ડે.કમિશનરને ૧૫ લાખની સતા સહિતના ૪૯ પ્રસ્તાવનો નિર્ણય લેવાયા

રાજકોટ,તા. ૩૦: મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કમિશનર વિભાગમાંથી આજે રજૂ થયેલ ૪૯ દરખાસ્ત પૈકી બોક્સ ક્રિકેટની દરખાસ્ત રદ કરી૪૮ રાજ માર્ગો ઉપર સ્પીડ બ્રેકર ઉપર ૧.૦૭ કરોડના ખર્ચે સફેદ પટ્ટાની દરખાસ્ત શંકાસ્પદ લાગતા અને આ નિયમ આખા શહેરમાં લાગુ પડવો જોઈએ તેવુ જણાવતા દરખાસ્ત પરત મોકલી રિટેન્ડર કરવાના આદેશ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા આપવામાં આવ્યો છે. જ્યારે બીકીની ૪૭ અલગ અલગ દરખાસ્ત મંજુર કરી કુલ રૂા. ૧૩.૮૦ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
રેસકોર્ષમાં બોકસ ક્રિકેટ નહિ બને
મનપા દ્વારા શહેરમાં ખુબ લોકપ્રિય એવા બોકસ ક્રિકેટના પ્લાનિંગ સફળ થયા નથી. આ સ્થિતીમાં સ્ટેન્ડિગ બેઠક પૂર્વ મળેલ ભાજપની સંકલન બેઠકમાં ગાર્ડનની બાજુમાં બોક્સ ક્રિકેટ થતુ હોવાથી તેમજ આ સ્થળ ઉપર આદીવાસીઓના સુધારક બિરશા મુંડાની પ્રતિમા મુકવા સહિતના મુદ્દા ચર્ચા થયા છે. નિર્ણય લઈ હવે પછી મહાનગરપાલિકા કયારેય બોક્સ ક્રિકેટ નહીં બનાવવવા નિર્ણય કરી આ દરખાસ્તના મંજૂર કરવામાં આવી હતી.
આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે બોક્સ ક્રિકેટ બનાવવાનો નિર્ણય બનાવવામાં આવેલ પરંતુ જાણકારોના મતે બોક્સ ક્રિકેટ ફક્ત મનોરંજનનું સાધન હોવાનું જાણવા મળેલ છે. જેની સામે રેસકોર્સમાં મહિલા ગાર્ડનની બાજુની જગ્યા ઉપર બોક્સ ક્રિકેટ બનાવવામાં આવે તો ન્યુસન્સ થવાની શકયતા રહે છે. તેમજ આ સ્થળ ઉપર આદીવાસીઓના સુધારક બિરશા મુંડાની પ્રતિમા મુકવાની હોય આ પ્રોજેક્ટ પડતો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખર બોક્સ ક્રિકેટની જરૂરિયાત રહેતી નથી. અને આ ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે જે કોર્પોરેશનને માન્ય નથી.
સ્પીડ બ્રેકરમાં પટ્ટા કરવા રી-ટેન્ડર
આજની બેઠકમાં મોટાભાગના રાજ માર્ગો ઉપર સ્પીડ બ્રેકર જ નથી તેમજ ૨૦૨૩માં થયેલ ટેન્ડર મુજબની દરખાસ્ત દોઢ વર્ષ બાદ રજૂ કરવામાં આવી છે. તથા આ દરખાસ્તમાં કેટલા મીટરનો સફેદ પટ્ટો મારવો તે સહિતની કામની વિગત પણ દર્શાવવામાં આવી નથી. દર વર્ષે મુખ્ય માર્ગો ઉપર સફેદ પટ્ટા કરવામાં આવે છે. જે થોડા સમયમાં ભુસાઈ જાય છે. તેવી જ રીતે રેડિયમની ક્વોલીટી પણ નબળી હોવાનું ધ્યાનમાં આવ્યુ છે. જેની સામે શેરીઓ ગલીઓ અને નાના રોડ ઉપર સ્પીડ બ્રેકરની જરૂરિયાત ઓછી હોય છે. આથી હવે મેટ્રોસીટી પેટન મુજબ શહેરના તમામ વિસ્તારોમાં આવેલ શેરીઓ ગલીઓ અને સોસાયટીઓના સ્પીડ બ્રેકરો ઉપર સફેદ પટ્ટા લગાવવામાં આવશે. જેના માટે ઝોન વાઈઝ ત્રણ ટેન્ડર કરવામાં આવશે તેવી જ રીતે બે વર્ષના કોન્ટ્રાક્ટમાં પટ્ટો ઝાંખો થઈ જાય તો ફરી વખત કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે નવો બનાવવો પડશે અને ઝોનવાઈઝ અધિકારીઓની જવાબદારી પણ ફીક્સ કરવામાં આવી છે.
આ ઉપરાંત ત્રણેય ઝોનના ડે.કમિ‘રોને રૂા. ૧૦ લાખ સુધીના ખર્ચ અને કરારની સત્તા આપવા કાર્યવાહી થઇ છે. હાલ તેઓને પાંચ લાખના ખર્ચની સત્તા છે. આ સત્તા વધારતા હવે નાયબ કમિશ્રનર કક્ષાએ ઘણા સ્થાનિક કામો ઝડપથી કરાવી શકાશે.
વોર્ડ નં.૧૪માં કેનાલ રોડ પર આવેલ કેવડાવાડી શેરી નં.૨૨ ને જોડતો વોંકળા પરનો ૬૨ લાખના ખર્ચ પુલ બનાવવા વોર્ડ નં.રમાં મોચીનગર હોલ સામે ૧૨ મીટરનો ટીપી રોડ સીસી કરવા, વોર્ડ નં.૧૦ જડ્ડુસ ચોક બ્રીજ નીચે અને વોર્ડ નં.૧ રામાપીર ચોક બ્રીજ નીચે મોડર્ન ટોયલેટ બનાવવા, વોર્ડ નં.૩ બેડીનાકા ખાતે ડ્રેનેજ વોર્ડ ઓફિસ બનાવવા શિક્ષણ સમિતિની શાળાઓના પાર્ટટાઇમ હમાલોનો પગાર વધારવા, જુદા જુદા વોર્ડમાં ગાર્બેજ ટ્રાન્સફર કોન્ટ્રાકટ આપવા, રાજકોટમાં યોજાનારી પૂ. મોરારીબાપુની રામકથા માટે આવનારા ભકતજનો તથા મહેમાનોના નિવાસ માટે સોરઠીયાવાડી સર્કલ પાસે આવી વીર તાત્યા ટોપે આવાસ યોજનાના ખાલી કવાર્ટર ફાળવવા, ઢોર પકકડ ટીમના ફિલ્ડ કર્મચારીઓનો જોખમ સામે ગ્રુપ વિમો ઉતારવા, વોર્ડ નં.૯ મુંજકામાં ૩૩.૯૧ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન, રીંગ રોડ-૨ ઘંટેશ્વર જંકશનથી કણકોટ રોડ જંકશન સુધી ૧૦.૭૫ કરોડના ખર્ચે નવા ડેવલપમેન્ટ, પ૦ લાખના ખર્ચે મુંજકામાં આર્ષ વિદ્યામંદિર પાસે વોંકળા પર નવો બ્રીજ, મુંજકા પોલીસ મથકથી આગળ ૧ કરોડના ખર્ચે વોંકળા પર બ્રીજ, મુંજકાથી ૧૫૦ ફુટ રોડ સુધી ૨૦ મીટરનો નવો રોડ બનાવવા બે કરોડ, વોર્ડ નં.૧૮ રિધ્ધિ સિધ્ધિ નાલાથી સ્વાતિ સોસાયટી સુધી ૨૪ મીટરનો રોડ ડેવલપ કરવા ૫.૧૫ કરોડની ગ્રાન્ટ માંગવા સહિતની દરખાસ્તો મંજુરી આપવામાં આવી છે.

(3:55 PM IST)










