<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

બોશ કાર સર્વીસ દ્વારા સરદાર જયંતિ નિમિતે તેમની ફોટોફ્રેમવાળા સ્‍મૃતિ ચિન્‍હો ભેટસ્‍વરૂપે અપાશે

રાજકોટ તા. ૩૦ : આ વર્ષે સરદાર જયંતિ અને શુભદિપાવલી પર્વનો મહાસંયોગ સર્જાયો છે. ત્‍યારે આ નિમિતે બોશ કાર કેર સર્વીસવાળા સંદીપભાઇ પટેલ અને જશ્‍મીનભાઇ પટેલ દ્વારા ૯૦૦ થી વધુ લોકોને સરદાર સ્‍મૃતિ ચિન્‍હ અર્પણ કરવા નિર્ણય જાહેર કરાયો છે.

આ અંગેની વિગતો વર્ણવતા સંદીપભાઇ અને જશ્‍મીનભાઇએ જણાવેલ કે સરદાર વલ્લભભાઇ પટેલ દેશ માટે પ્રકાશપૂજ સમાન હતા. સરદારે પોતાની શક્‍તિ દેશ માટે ન્‍યોચ્‍છાવર કરી છે. ત્‍યારે તેમની જેમ જ સિંહનું કાળજુ ધરાવનાર અને રાષ્‍ટ્રને સમર્પિત હોય તેવા લોકોને નાત જાતના ભેદભાવ વગર સરદાર સ્‍મૃતિ ચિન્‍હ આપી સન્‍માન કરવામાં આવશે. અંદાજીત ૯૦૦ લોકોની આવી યાદી તૈયાર કરાઇ છે.

આવો સુંદર વિચાર અમલમાં મુકનાર સંદીપભાઇનો પરિચય જોઇએ તો આજથી ૨૨ વર્ષ પૂર્વે ૨૦૦૨ માં રાજકોટ ખાતે નાના એવા કાર વર્કશોપથી તેઓએ શરૂઆત કરી હતી. બાદમાં સેવા અને સુવાસ પ્રસરી અને કુનેહપૂર્વકની કામગીરી રંગ લાવી. આજે રાજકોટ અને મોરબી ખાતે ૪ થી વધુ વર્કશોપ એકટીવ મોટર્સના નામથી ધમધમી રહ્યા છે.

૨૦૧૨ માં બોસ કાર એન્‍ડ સર્વીસની ફ્રેન્‍ચાઇઝી લઇ આસ્‍થા રેસીડેન્‍સી સર્કલ પાસે ઓથોરાઇઝડ કંપનીની જેમ હાઇટેક મલ્‍ટી બ્રાન્‍ડ વર્કશોપ કંપની સીસ્‍ટમ પ્રોસેસથી ચાલતુ અને કંપની ક્રેઇન એમ્‍લોઇઝ સાથે રાજકોટમાં શરૂઆત કરી.

સંદીપભાઇ અને જસ્‍મીનભાઇએ કસ્‍ટમરોના વિશ્વાસને જીતી લઇ ૧૮૦૦ થી વધુ એન્‍યુઅલ મેન્‍ટેનન્‍સ કોન્‍ટ્રાકટનો આંક હાંસલ કર્યો છે. ૧૦૦૦ થી વધુ રીન્‍યુ પણ થયા છે. એકટીવ મોટર્સને અત્‍યાર સુધીમાં ૧૦ થી વધુ એવોર્ડ મળી ચુકયા છે.

કાર સર્વીસની સાથે તેઓ દેશભક્‍તિમાં પણ માને છે. દર વર્ષે ૧૫ ઓગસ્‍ટ અને ૨૬ જાન્‍યુઆરીના ધ્‍વજવંદનના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. ત્‍યારે સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મ જયંતિએ તેમની ફોટોફ્રેમ સાથેના સ્‍મૃતિ ચિન્‍હ લોકોને દિવાળી ભેટરૂપે આપવા રાષ્‍ટ્રભકિત સભર નિર્ણય જાહેર કર્યો છે.તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે એકટીવ મોટર્સવાળા સંદીપભાઇ પટેલ નજરે પડે છે.

(3:59 PM IST)