News of Thursday, 31st October 2024
નવા વર્ષે નવા સંકલ્પો સાથે આગળ વધીએ : રાજુ ડાંગર
રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખની પ્રજાજનોને શુભેચ્છા

રાજકોટ તા., ૩૧: જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગરએ જિલ્લાના પ્રજાજનોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રાજય તથા કેન્દ્ર સરકાર જનકલ્યાણ માટે ચાલી રહેલી વિકાસયાત્રામાં સહયોગી બનવાનો અનુરોધ કર્યો છે.
રાજુભાઇ ડાંગરએ જણાવ્યું છે કે દીપાવલી પ્રકાશનું પર્વ છે. દીવડાની જયોતથી સોનેરી અજવાળુ ચોતરફ ફેલાયું છે. તહેવારનો ઉજાસ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.નવુ વર્ષ સૌ માટે સર્વાંગી સુખમય રહે અને રાજકોટ જિલ્લો વિકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરે તેવી મારી શુભકામના છે.
(12:05 PM IST)










