<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

સરદાર વલ્લભભાઇની પટેલની આજે ૧૪૯મી જન્‍મજયંતી

અખંડ ભારતના શિલ્‍પી, લોહપુરૂષ

જાણો સરદારના જીવનની અસરદાર વાતો

- ગુજરાતના નડિયાદમાં ૧૮૭૫ની ૩૧મી ઓક્‍ટોબરે જન્‍મ થયો.

- પૂરું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હતું.

- સરદાર પટેલ સ્‍વતંત્રતા સેનાની, વકીલ અને રાજકારણી હતા.

- ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.

- સરદાર પટેલને ભારતના બિસ્‍માર્ક પણ કહેવામાં આવે છે.

- મહાત્‍મા ગાંધીએ તેમને લોખંડી પુરુષનું બિરુદ આપ્‍યું હતું.

- સરદાર પટેલે ભારતના ઙ્કથમ નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી.

- ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

- ભારતના રજવાડાઓના શાંતિપૂર્ણ એકીકરણમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી.

-સરદાર પટેલે ભારતીય વહીવટી સેવાઓને મજબૂત કરવા પર ભાર મૂકયો હતો.

-સરદાર પટેલને વર્ષ ૧૯૯૧માં મરણોત્તર ભારત રત્‍ન એનાયત કરવામાં આવ્‍યો હતો.

-સરદાર પટેલને સમર્પિત સ્‍મારકનું નામ શ્નસ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીઙ્ખ છે.

-સરદાર પટેલનું પ્રખ્‍યાત સૂત્ર હતું, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'  

(2:33 PM IST)