News of Thursday, 31st October 2024
રાત્રે ફટાકડાની આતશબાજી સાથે દિવાળીની ઉજવણી : શનિવારે બેસતુ વર્ષ
દિપાવલી પર્વમાં ફરવા લાયક અને ધાર્મિક સ્થળોએ ભાવિકોની ભીડ જામશે : વિવિધ જગ્યાએ અન્નકુટ દર્શન

રાજકોટ, તા. ૩૧ : આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને રાત્રીના સમયે આજે ફટાકડાની આતશબાજી કરવામાં આવશે અને કાલે શુક્રવારે પડતર દિવસ અને શનિવારે બેસતુ વર્ષ ઉજવાશે. અને સામુહિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. એકબીજાને શુભેચ્છા આપી નૂતનવર્ષની ઉજવણી કરવામાં આવશે.
દિપાવલી પર્વમાં ધાર્મિક અને ફરવા લાયક સ્થળોએ ભાવિકોને ભીડ જામશે. ધાર્મિક સ્થળોએ અન્નકુટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે.
(2:52 PM IST)










