News of Thursday, 31st October 2024
હોમ ક્રેડીટમાંથી લોન કરાવવાના નામે સ્ક્રેપના વેપારી સાથે રૂા.બે લાખની છેતરપીંડી
માધાપર ગામ પાસે બનાવ : વેપારી બળદેવભાઇ સોંદરવાની ગાંધીગ્રામ પોલીસમાં ભીંચરીના શખ્સ વિરૂધ્ધ ફરીયાદ

રાજકોટ, તા. ૩૧ : માધાપર બસ સ્ટેશન પાસે રહેતા સ્ક્રેપના વેપારીને હોમક્રેડીટમાંથી લોન કરાવી આપવાના નામે વેપારીને હોમ ક્રેડીટમાંથી લોન કરાવી આપવાના નામે વેપારીને વિશ્વાસમાં લઇ ભીંચરીના શખ્સે હોમ ક્રેડીટની એપ્લકેશન ડાઉન લોડ કરાવી લોન મંજુર કરાવ્યા બાદ લોનમાં વ્યાજ વધુ આવશે કહી લોન કલોઝ કરવાનું કહી ગુગુલ પે દ્વારા વેપારીના ખાતામાંથી રૂા. ર,૦૭,૧૦૦ ટ્રાન્સફર કરી લઇ બીજી લોન ન કરાવી આપી છેતરપીંડી આચરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ માધાપર બસ સ્ટેન્ડ પાસે પીઠડ આઇ વેલ્ડીંગ પાછળ રહેતા બળદેવ લાલજીભાઇ સોંદરવા (ઉ.વ.ર૦) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મુળભીચરી હાલ મહા પુજાધામ ચોક પાસે રહેતા મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં પોતે માધાપર ચોકડી પાસે પાઠક આઇ સ્ક્રેપના નામથી ધંધો કરે છે. પોતે બે બેંકમાં ખાતુ ધરાવે છે અને ગુગલ પે માં લીંક કરેલ છે. ગત તા. ર૩/૭ ના રોજ એક અજાણ્યો શખ્સ પોતાની પાસે આવી હોમ ક્રેડીટમાં નોકરી કરે છે. અને ‘તમારે લોન કે ક્રેડીટ કાર્ડ લેવું કોઇ તો કરી આપીશ' તેમ વાત કરી હતી પોતે કામમાં વ્યસ્ત હોઇ તેથી પોતે પોતાના મોબાઇલ નંબર આપ્યા અને ફોન કરવાનુ઼ કહ્યું હતુ. અને બીજા દિવસે એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવેલ તેણે પોતે મહાવીરસિંહ સોલંકી હોમ ક્રેડીટ વાળા હોવાની ઓળખ આપી હતી અને તમારે લોન કે ક્રેડીટ કાર્ડ જોઇએ છે કે કેમ ? ‘તેમ પૂછતા પોતાને બહેનના લગ્ન કરાવાના હોઇ જેથી તેને પોતે લોનની જરૂર હોવાથી વાત કરતા તે થોડીવારવારમાં પોતાની દુકાને આવ્યો અને પોતાનું નામ મહાવીરસિંહ સોલંકી જણાવ્યું હતું. બાદ તેણે પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ લઇ પોતાનો ફોન ચેક કરીને પોતાને કહેલ કે, ‘તમારે બે લાખ રૂપિયાની લોન મંજુર થાય તેમ છે' કહેતા પોતાને મોટી રકમની લોન કરાવની ના પાડી પોતાને ફકત એક લાખની લોનની જરૂર હોવાની વાત કરી હતી બાદ તેણે કહેલ કે ‘તમે બે લાખની લોન લઇ લો અને તેમાંથી એક લાખ પાછા જમા કરાવી દેશુ અને એક લાખની તમારે જરૂર છે. તે વાયરનો જેથી પોતે હા પાડી હતી અને તેણે પોતાનું આધારકાર્ડ, પાનકાર્ડ, અને એ.ટી.એમ. પોતાની પાસેથી લઇ લીધુ અને ફોન પર પણ લઇ લીધા બાદ તેમાં હોમ ક્રેડીટની એપ્લેકશન ડાઉન લોડ કરી અને પોતાનું ગુગલ પ પહેલા ડીલીટ કરી અને પાછું ફોનમાં ડાઉન લોડ કરેલ અને ગુગલ પે ના પોતાના બંને બેંકના પાસવર્ડ તેણે બદલીને જવા પાસવર્ડ સેટ કર્યા હતા પોતે તેને આ પીન (પાસવર્ડ) બાબતે પુછતા તેણે લોન માટેની પ્રોસેસ હોવાનું જણાવ્યું હતું અને પ્રોસેસ કર્યા બાદ તેણે કહેલ કે તમામ ખાતામાં કોલે લોન આવી જશે અને તેની ફી પેટેના રૂા. ૧૦,૮૦૦ થશે, તેમ કહી તેણે પોતાના ગુગલ પે થી કોટક બેંકના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લીધા બાદ તે જતો રહ્યો હતો. બાદ તા. રપ/૭ ના રોજ પોતાના ફોનમાં રૂા. ૧,૯૬,૦૪૪ જમા થયાનો કોટક બેંકનો મેસેજ આવેલ અને હોમ ક્રેડીટનો પણ મેસેજ આવ્યો હતો. બાદ અડધો કલાક બાદ આ મુદ્દા વીરસિંહ પોતાના ધંધાના સ્થળે આવીને કહેલ કે ‘તમારા ખાતામાં લોનના રૂપિયા આવી ગયા છે. જેથી પોતે હા પાડી હતી તેણે કહેલ કે તમારે એક લાખની જરૂર છે જેથી બાકીની રકમ પરત જમા કરી દેવાના છે. તેમ વાત કરી પોતાની પાસેથી તેણે ફોન લઇ લીધો હતો અને રૂા. ૯૬ હજાર પોતાના ગુગલ પે દ્વારા ટ્રાન્સફર કર્યા હતા. બાદ તેણે કહેલ કે તમારી વધારાની લોન પરત જમા કરી દીધી છે. પણ આ લોનનું વ્યાજ વધારે છે. તમને આ લોન મોંધી પડશે આ લોન પાછી ભરી નાખીએ તેમ વાત કરતા પોતે હા પાડતા તેણે ફરી ગુગલપે થી ટ્રાન્જેકશન કરેલ પરંતુ ટ્રાન્જેકશન ન થતા આ રૂપિયા કાલે આવીને ફોનમાંથી ભરી આપીશુ તેમ વાત કરી તે જતો રહ્યો હતો. બાદ તા. ર૬/૭ ના રોજ તે ફરી પોતાની પાસે આવીને તમારા કોટક બેંકમાંથી લોન ભરાશે નહીં કહી તેણે તરત જ રૂા. પ૦ હજાર અને રૂા. ૩૮ હજાર ગુગલપે દ્વારા ટ્રાન્સફર કરી દઇ તમારી લોન પરત ભરી દીધી છે. તમને હું સસ્તી લોન કરી આપીશ અને બે દિવસમાં તમને ફોન કરીને આવીશ તેમ કહી જતો રહ્યો હતો. બાદ તા. ર૯-૭ ના રોજ તે પોતાના ધંધાના સ્થળે આવી બીજી લોન કરાવી આપવાનું કહી લોનની ફી રૂા. ૧ર,૩૦૦ થશે તેમ કહી રૂા. ૧ર,૩૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા. અને કહેલ કે તમારા ખાતામાં એક લાખ કાલે આવી જશે તેમ જણાવ્યું હતું. બાદ પોતે સાંજે ગુગલપે ખોલતા એકાઉન્ટ ખુલતુ નહોઇ જેથી પોતતે તેના મિત્રને વાત કરી હતી. બાદ બંને કોટક બેંકે જઇને તપાસ કરતા પોતાનું ખાતુ બ્લોક હોવાનું જાણવા મળ્યું હતું. પોતે ફોનમાં ખોટા પીન (પાસવર્ડ) નાખવાના કારણે તમારૂ ખાતુ બ્લોક થયુ હશે. તેમ જાણવા મળ્યું હતું. બાદ પોતે સ્ટેટમેન્ટ કઢાવતા તેમાં રૂા. ૧.૯૬ લાખની લોન ચાલુ થઇ હોવાનું જાણવા મળતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા પોતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એ.એસ.મકરાણીએ તપાસ હાથ ધરી છે
(4:28 PM IST)










